ત્રણ કીર્તન લખેલછે🌹પુષ્ટિમાર્ગમાં જોયા રે🌹આપુ સોનાના દાંડિયા🌹રાધે તું રાધે રાધે તું રાધે🌹રમાબેન વાણી
Автор: VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
Загружено: 2025-05-14
Просмотров: 140150
Описание:
( ૧ )🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🌹પુષ્ટિમાર્ગમાં જોયા રે મારા વાલા શ્રીનાથજી
🌹વાલા શ્રીનાથજી પ્યારા શ્રીનાથજી
હૈયા ના ભાન મેં તો ખોયા રે મારા વાલા શ્રીનાથજી...
🌹મેવાડી પાધ છોગું મોરલા ના પીછનું
શણગાર સોળે સજાવ્યા રે મારા વાલા શ્રીનાથજી...
પુષ્ટિમાર્ગમાં જોયા રે મારા વાલા શ્રીનાથજી... હૈયાના ભાન..
🌹પીળું પીતાંબર ને જરકસી જામા
માળામાં હીરલા પરોવા રે મારા વાલા શ્રીનાથજી...
પુષ્ટિમાર્ગમાં જોયા રે મારા વાલા શ્રીનાથજી... હૈયાના ભાન...
🌹વાકી નજર કરી મારી સામુ જોયું
પ્રેમ કટારી મારી રે મારા વાલા શ્રીનાથજી...
પુષ્ટિમાર્ગમાં જોયા રે મારા વાલા શ્રીનાથજી... હૈયાના ભાન...
🌹સોનાને પારણે ઝૂલે શ્રીનાથજી
જુલાવે વૈષ્ણવ વાલા રે મારા વાલા શ્રીનાથજી...
પુષ્ટિમાર્ગમાં જોયા રે મારા વાલા શ્રીનાથજી... હૈયા ના ભાન
🌹વાલા શ્રીનાથજી પ્યારા શ્રીનાથજી...
હૈયાના ભાન મેં તો ખોયા રે મારા વાલા શ્રીનાથજી...
( ૨ )🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🌹આપુ સોનાના દાંડિયા રે કાન રાસે રમવા આવજે
🌹હું રે કાના ઘરમાં એકલડી
ધીમેથી બંસરી બજાવ જે રે કાના રાસે રમવા આવજે...
🌹હું રે ગોકુળ ગામ ની ગોવાલણ
વનરાવન માં રાસ રમાડે રે કાના રાસે રમવા આવજે...
🌹નંદબાવા તો ગૌધણ ચારે
જશોદા બેઠા છે ભુવનમાં રે કાના રાસે રમવા આવજે...
🌹દાઉજી ભૈયા તો ખેતર ખેડે છે
રેવતી બેઠા છે રસોઈમાં રે કાના રાસે રમવા આવજે...
🌹સુભદ્રાબેન તો સાસરે ગયા છે
અર્જુન જમાઈ વગાડે છે ઢોલકા રે કાના રાસ રમવા આવજે...
🌹રાધારાણી તો વનમાં ગયા છે
વનરાવન માં રાસ રમાડે કાના રાસ રમવા આવજે...
( ૩ )🌹🌹🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹
🌹રાધે તું રાધે રાધે તું રાધે તેરે શ્યામ બનુ મૈ (૨) હર પલ તેરે સાથ રહું મૈ... રાધે તું રાધે રાધે તું રાધે...
🌹ફાગુન કા મહિના હોગા ઇસમે હોગી હોલી
રાધે તું પિચકારી (૨) તેરા રંગ બનુ મૈં (૨) હરપલ તેરે સાથ રહું મૈં...
રાધે તું રાધે રાધે તું રાધે તેરા શ્યામ બનું મૈં...
🌹સાવન કા મહિના હોગા ઉસમે હોગા ઝૂલે
રાધે તું ઝૂલે (૨) તેરી દોર બનું મૈ (૨) હરપલ તેરે સાથ રહું મૈં...
રાધે તું રાધે રાધે તું રાધે તેરા શ્યામ બનું મૈં...
🌹ભાદો કા મહિના હોગા ઉસમે હોગી બારીશ
રાધે તું બારીશ (૨) તેરા મેઘ બનું મૈ (૨) હર પલ તેરે સાથ રહું મૈં...
રાધે તું રાધે રાધે તું રાધે તેરા શ્યામ બનુ મૈ...
🌹આસો કા મહિના હોગા ઉસમે હોગી દિવાલી
રાધે તું દીપક(૨) તેરી જ્યોત બનું મૈં (૨) હર પલ તેરે સાથ રહું મૈં...
🌹રાધે તું રાધે રાધે તું રાધે તેરા શ્યામ બનો મૈં હર પલ તેરે સાથ રહું મૈં...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: