બે કીર્તન લખેલછે🌹જશોમતી તમારા કાનુડાને વારો🌹પ્રેમની દોરીયે બંધાણો મારો શામળોરે🌹નયનાબેનના મધુર સુરથી
Автор: VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
Загружено: 2025-09-06
Просмотров: 67154
Описание:
જશોમતિ તમારા કાનુડા ને વારો રે
ઠપકો દઈને વારો રે શાનમાં સમજાવો રે...ઘેલું કીધું છે ગોકુળ ગામને
ખીલેથી વાછરૂ મારા વાલે રે છોડીયા
વાછરૂ છોડી નાખ્યા રે અણધોયા ધવડાવ્યા રે...ઘેલું કીધું છે ગોકુળ ગામને
શીકે થી મહિડા મારે વાલે ઉતાર્યા
ખાધા ને ખવડાવ્યા બીજા ઢોળી નાખ્યા રે...ઘેલું કીધું છે ગોકુળ ગામને
સૂતેલા બાળક મારે વાલે જગડીયા
સૂતેલા જગાડીયા રે રમતા ને રોવડાવ્યા રે...ઘેલું કીધું છે ગોકુળ ગામને
વનરાતે વનમાં વાલો રાસ રમાડે
રાસ રમાડે રે મોરલી વગાડે રે... ઘેલું કીધું છે ગોકુળ ગામને
વનરાતે વનમાં વાલો મારગ મારો રોકે
મારગ મારો રોકે રે મહિડા મારા લુટે રે... ઘેલું કીધું છે ગોકુળ ગામને
ટચલી આંગળીયે વાલે ગોવર્ધન તોળ્યો
ગોવર્ધન તોળ્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો રે...ઘેલું કીધું છે ગોકુળ ગામને
બાય મીરા કહે પ્રભુ ગિરિધર નાગર
ચરણોમાં લેજો રે વ્રજમાં વાસ દેજો રે...ઘેલું કીધુ છે ગોકુળ ગામને
🌹🌹🌹
પ્રેમને દોરીએ બંધાણો મારો સાંભળો રે
છૂટવા જાય તો અટવાયા જાય..આવું નોતું જાણ્યું રે ઘનશ્યામજી રે
જલ ફરવા જાવ તો વાલો મને સાંભળે રે
તારા વિના સુના રે જમનાજીના ઘાટ રે..આવું નોતું...
મહિડા વલોવુ તો વાલો મને સાંભળે રે
તારા વિના સુના રે માખણના માટ રે..આવું નોતું...
ગાય દોવા જાવ તો વાલો મને સાંભળે રે
તારા વિના સુના રે ગાવડીના દૂધ રે..આવું નોતું...
મહી વેચવા જાવ તો વાલો મને સાંભળે રે
તારા વિના સુની રે મથુરા ની વાટ..આવું નોતું...
રસોઈ કરવા જાવ તો વાલો મને સાંભળે રે
તારા વિના નથી આવતા ભોજન માં સ્વાદ..આવું નોતું...
જમના પાન કરું તો વાલો મને સાંભળે રે
તારા વિના સુના રે કદમના ઝાડ ..આવું નોતું...
વનરા વનમાં જાવ તો વાલો મને સાંભળે રે
તારા વિના કોણ રમાડે અમને રાસ..આવું નોતું...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: