નયનાબેન બે મધુર કીર્તનલખેલ🌹આટલો સંદેશો ઓધવ કાનાને કેજો🌹નંદબાબા વઢે ત્યારે ઉપરાણું લેતી🌹જશોદાજી વિરહ
Автор: VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
Загружено: 2026-01-03
Просмотров: 7992
Описание:
આટલો સંદેશો ઓધવજી કાના ને કેજો
એક વાર ગોકુળિયામાં આવે
ઓધવજી તમે કાનાને કજો
કાન ઓધવજી અમને ભૂલી રે
ગયો ભૂલી ગયો માને બાપ
ઓધવજી તમે કાના ને કેજો
કાન વિનાની મને નીંદર ન આવે
નથી ભાવતા ને પાણી
ઓધવજી તમે કાનાને કહેજો
નંદબાબા વઢે ત્યારે ઉપરાણું લેતી
હું કાનુડાને કાંઈ ન કહેતી
ઓધવજી તમે કાના ને કેજો
કાનો રિસાઈ ત્યારે પાછળ પાછળ દોડતી
વાલો કરીને બોલાવું
ઓધવજી તમે કાના ને કેજો
ખોળામાં બેસાડી હું તો કાના ને જમાડતી
નાના નાના કોડિયા દેતી
ઓધવજી તમે કાનાને કહેજો
કાના વિનાનું મારું વનરાવન સુનુ
સુના છે ગાયુના ટોળા
ઓધવજી તમે કાના ને કેજો
કાના વિનાની રાધા રાણી રે ઝૂરતા
ઝૂરે છે ગોપીને ગોવાળિયા
ઓધવજી તમે કાના ને કેજો
આટલો સંદેશો મારા કનૈયા ને દેજો
એકવાર ગોકુળિયામાં આવે
ઓધવ તમે કાના ને કેજો
🌹🌹🌹
શ્રીજી નો ચાર પૈડા નો રથ ઘુઘરી ધમકે છે
હાકો હાકો શ્રીજી બાવા રથ ઘુઘરી ધમકે છે
મારે મેવાડ દેશમાં જાવું છે
મારે શ્રીજી બાવાની ઝાખી કરવી છે
ખોલો ખોલો શ્રીજી દ્વાર
દર્શન કરવા છે.. શ્રીજી નો ચાર..
મારે મથુરા શેરમાં જાવું છે
મારે મહારાણી માને મળવું છે
હાલો હાલો વૈષ્ણવ સૌ સાથ
યમુના પાન કરવા છે.. શ્રીજી નો ચાર..
મારે ચંપારણ્ય ધામ જાવું છે
મારે શ્રી મહાપ્રભુજીને મળવું છે
ખોલો ખોલો વલભરાઈ દ્વાર
બેઠકજી કરવા છે.. શ્રીજી નો ચાર...
મારે કાંકરોલી શહેરમાં જાવું છે
મારે દ્વારકાધીશને મળવું છે
ખોલો ખોલો દ્વારકાધીશ દ્વાર
દર્શન કરવા છે.. શ્રીજી નો ચાર..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: