Aavo Lambodar Laadka | શ્રી રેવનદાસના નિવાસ સ્થાન, બોડેલી - Narsingh Bhagwan Patotsav (Ochhav)
Автор: LIZA PHOTO
Загружено: 2025-12-29
Просмотров: 478
Описание:
KRN PARMAR પ્રસ્તુત ઓચ્છવ દરમિયાન શ્રી નરસિંહ ભગવાનના પાટોત્સવમાં જીવંત ભજન:
"આવો લંબોદર લાડકા તને મો’લે દઈએ"
🎙️ ગાયુ છે આઠાડુંગરી ભજન મંડળે
🎧 Produced by: Mahadev
🕉️ Album: • શ્રી રેવનદાસના નિવાસ સ્થાન, બોડેલી - Narsi...
📍 સ્થળ: છોટાઉદેપુર ( બોડેલી )
🎥 Video: LIZA PHOTO
🔊 Sound: NS Audio Visual
📥 ગીતના સંપૂર્ણ શબ્દો:
સાખી (રાગ–ધનાશ્રી)
એ ધન ધન માતા ધનાશ્રી, ધન તો સુરીજન હાર,
પણ રે... ધન તો આ વેળાના માનવી, માતા અબળાને દેજો આધાર.
દુવારામતિનો પીળીયો, જશવંતો જેનું નામ,
પણ રે... સૂંઢાળો સન્મુખ આગળો મારા ગુરુને કરું પ્રણામ.
તો પરથમ પ્રજાપતિ સમરીયે, વંદીયે સરસ્વતી માત,
પણ રે... અહીં સમરીયે દેવી લક્ષ્મીને, મારા રુદિયામાં ઊગ્યો રવિભાણ.
દુંદાળો દુઃખ ભંજનો સદા રહવે બાળે વેશ, પરથમ પહેલા સમરીયે ગૌરી નંદ ગણેશ.
જય જય માતા સરસ્વતી અને વંદું હું વારંવાર,
વાણી નિર્મળ મને આપજો માતા, જાણી તમારો દાસ.
સદા ભવાની સહાય કરો, સન્મુખ રહો ગણેશ,
ત્રણદેવ મળી મારી રક્ષા કરો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ.
ગૌરી તારા પુત્રને મેં મધુરા સમરે મોર,
દિવસે સમરે બ્રાહ્મણ, વાણીયા, એવા રાતે સમરે ચોર.
સરસ્વતી માં તું સતી ભગવતી બ્રાહ્મણકુમાર,
હૃદયનાં તાળા મારા ખોલ દે, કુંચી દેજો મુંજ હાથ.
ભજન (રાગ–ધનાશ્રી)
એ આવો લંબોદર લાડકા તમે મો'લે દઈએ,
પાટે પદ્મનાભ અવતર્યા હરિના વારણાં લઈએ...
જશવંતો જગમાં જાણીએ મહંત માની લઈએ,
ઉમિયાનાં અંગથી ઉપજ્યા, દૂધ પીવા દેવા...
આવો લંબોદર લાડકા...
સાધુના મંદિરમાં રૂડા વાંજો હા...હા...,
તાલ, મૃદંગ બજાઇએ, ગુણ ગોવિંદ ગાઈએ...
આવો લંબોદર લાડકા...
આવોને વૈષ્ણવ વાડી એ માંહી દેવ બિરાજે હા...હા...,
ધના ભગતની વિનંતી મારા ગુરુજીને ગમીએ...
આવો લંબોદર લાડકા...
ધન તેરસ ધન ધાર્યો મંદિરમાં દેવા,
ઉરમાં ઘુરવધારિયો ચીર પટકૂળ પૂર્યા.
આવો લંબોદર લાડકા...
ચૌદએ ઓચ્છવ ધાર્યો, જતી હનુમંત આવ્યા,
મસ્તકે તેલ ચઢાવીએ, મોતીડે વધાવીએ...
આવો લંબોદર લાડકા...
બોલ્યા હજારુ દેવતા કાશીના વાસી,
નકળંગ પાટે પધાર્યા, હરિની જ્યોતે બિરાજે.
આવો લંબોદર લાડકા....
▶️ Like, Share & Subscribe – કરવાનું ભૂલતા નહિ!
#LIZAPHOTO | #OCCHAV | #NarsinghBhagwanPatotsav | #MahavtarNarsimha
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: