Patan Padamnath | પાટણ પદમનાથ અવતર્યા -શ્રી રામદાસભાઈ નિવાસ સ્થાન- Narsingh Bhagwan Patotsav(Ochhav)
Загружено: 2025-12-30
Просмотров: 250
Описание:
KRN PARMAR પ્રસ્તુત ઓચ્છવ દરમિયાન શ્રી નરસિંહ ભગવાનના પાટોત્સવમાં જીવંત ભજન:
"પાટણ પદમનાથ અવતર્યા"
🎙️ ગાયુ છે વસેડી, કાછેલ ભજન મંડળે
🎧 Produced by: Mahadev
🕉️ Album: • શ્રી રામદાસભાઈ નિવાસ સ્થાન, ઘેલપુર - Narsi...
📍 સ્થળ: શ્રી રામદાસભાઈ નિવાસ સ્થાન, ઘેલપુર( છોટાઉદેપુર )
🎥 Video: LIZA PHOTO
🔊 Sound: NS Audio Visual
📥 ગીતના સંપૂર્ણ શબ્દો :
આશાખંડ ને મીઠો માળવો, નગ૨માં મીઠો નવસાર, પણ રે...રાગમાં મીઠી આશાવરી, ભોજન માં મીઠા દાળશાક... આશાખંડ ને મીઠો માળવો
આશા જીનકી કીજીએ,જેણે માર્યો મામો કંસ, પણ રે...ગોધન ચરાવે વન વિઠ્ઠલો મુખે બજાવે બંસ
જો૨ સે ઉડિયા પવન ને કુદીયો કાંગરે કાંગરે લાગી લંક, કહે મનોવ૨ી સુણો પિયુ રાવણા રામની ફોજમાં હનુમોજી.
લીલા ઘોડાને મુખ હંસલો ૨ાતા તીર ને તરગોળ, બાવલીયા તારી ફોજમાં મારી બેડી ભાંગી કરો ભચુર.
તિમિર ગયો રવિ ઉગતા કુબુદ્ધિ ગઈ ગુરુજ્ઞાન, પણ રે...લક્ષ્મી ગઈ અતિ લોભથી ભક્તિ ગઈ અભિમાન.
પીરુ માં પીરૂ મદાલસા ઘટઘટ માં વ્યાપી આશ, પણ રે...જોને પીરૂ મદાલસા મારી બેડી ને ભાંગી કરો ભચુર.
આસા પાસાને ભમર જડી ઠગ ઠાકો૨ને કલાલ, પણ રે...નારી સર્પ અને સોનારનો એ ત્રણનો નાં કરીએ વિશ્વાસ.
મોરંગા તારી મોરંગી ભલી તારી કળા નાં બુઝે કોઈ, પણ રે...ક૨મ સંજોગો મો૨ા તારા પગ શામળા તુંતો નીચું ઘાલી ને રોય.. આશા ખંડ...
મોરમુગટ શિર પર ધરી, મુખે મોરલી ઘન ઘોર, પણ રે...વૃંદાવનની કુંજ ગલીમેં રાધા નંદ કિશોર.
મો૨ વણ ગરવો સુનો સીતા વણ સુના રામ, પણ રે...હંસલા વણ સરોવર સુના એમ ગુણીયલ વણ સુના ગામ.
સામેરી સોનું સાથવે ઉભી માણેક ચોક, પણ રે... શું રે કરું મારી સામેરી સુળી ભલી કે શોક.
દિપકને ઝોલો પવન નો ન૨ ને ઝોલો નાર, પણ રે...કાયા ને ઝોલો પોતાના ક૨મ નો વાલા કોને કહેવા જાય.
સામેરી સોનું સાથવે ઉભી માણેક ચોક, પણ રે...સોક રે ક૨તા મારી સૂળી ભલી, પીયુ મારા સોક નાં બોલ મને જરીએ ના ખમાય.
--
ભજન-૧-૨ાગ-આશાવરી
પાટણ પદમનાથ અવતર્યા ઘે૨ હરિ આવ્યા (૨)
હરિ ને શાના હું બેસણ દઈશ પ્રભુ (૨) દેવ દર્શન પાયા સાગ સીસમનો ઢોલીયો ઘેર હરિ આવ્યા હરિ ને બાજટ બેસણ દઈશ...પ્રભુ ને (૨) દેવ દર્શન પાયા
હરિને શાના હું દાતણ દઈશ પ્રભુ ને (૨) દેવ દર્શન પાયા હે આવળ સોટી ૨સભ૨ી ઘે૨ હરિ આવ્યા હરિ ને દાડમ દાતણ દઈશ પ્રભુ ને (૨) દેવ દર્શન પાયા
હરિ ને શાના હું નાવણ દઈશ પ્રભુ ને (૨) દેવ દર્શન પાયા તાંબા કુંડી જલભ૨ી ઘે૨ હરિ આવ્યા હરિને દુધળે સમોવણ દઈશ પ્રભુ ને (૨) દેવ દર્શન પાયા
હરિ ને શાના હું ભોજન દઈશ પ્રભુ ને (૨)દેવ દર્શન પાયા સેવ સુંવાળી લાપસી ઘે૨ હરિ આવ્યા હરિ ને ગળગળીયો કંસા૨ પ્રભુ ને (૨) દેવ દર્શન પાયા
હરિ ને શાના હું મુખવાસ દઈશ પ્રભુ ને (૨) દેવ દર્શન પાયા લવિંગ, સોપારી એલચી ઘેર હરિ આવ્યા હરિ ને બીફ્લે બાજટ પાન (૨) દેવ દર્શન પાયા
૨ામૈયો ૨તનીયો વિનવે ઘેર હરિ આવ્યા પ્રભુ ચ૨ણોમાં રાખો વાસ (૨) દેવ દર્શન પાયા
▶️ Like, Share & Subscribe – કરવાનું ભૂલતા નહિ!
#LIZAPHOTO | #OCCHAV | #NarsinghBhagwanPatotsav | #MahavtarNarsimha
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: