Sadhyo Na Jeevan Saar | સાધ્યો ન જીવન સાર | Latest Bhajan | Jayaben Rajawadha
Автор: Jayaben Rajawadha Na Bhajan
Загружено: 2020-04-13
Просмотров: 10495
Описание:
જય શ્રી કૃષ્ણ 🌸🙏
આજ નું ભજન - સાધ્યો ન જીવન સાર🙏🌸
ગીત ના બોલ.
સાધ્યો ન જીવન સાર
સાધ્યો ન જીવન સાર તો, જીવન ધર્યા થી શું થયું
હૈયે વસે ના રામ તો, મુખ થી સ્મર્યા થી શું થયું.... સાધ્યો ન...
લાખો કમાઈ કોઈના, દુઃખ દર્દ જો ટાળ્યા નહીં
ખોઈ નકામી જીંદગી, ધન સંઘર્યા થી શું થયું.... સાધ્યો ન...
જીવતા દીધો સંતાપ, સેવા ન કીધી મા-બાપ ની
મુવા પછી પ્રતિમા તણું, પુજન કર્યા થી શું થયું .... સાધ્યો ન...
જીવન વિતાવ્યું પાપ માં, ન ઈશ ની પરવા કરી
અંત કાળ અવે આંખ માં, આંસુ ભર્યા થી શું થયું .... સાધ્યો ન...
જીવન તણા સાથી થયા, પણ સ્નેહ ના અંતર વિષે
મન જો નહીં મેળમાં, ફેરા ફર્યા થી શું થયું .... સાધ્યો ન...
માનવ તણો લઈ જન્મ, માનવધર્મ જો ભૂલી ગયો
ભૂમિ ઉપર ના ભાર થઈને, અવતર્યા થી શું થયું .... સાધ્યો ન...
Like. Comment. Share. Subscribe.
#LatestBhajan #PopularBhajan #GujaratiBhajan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: