Maa Ne Kariye Pranam મા ને કરીએ પ્રણામ | Maharani Yamunaji | Jayaben Na Bhajan |
Автор: Jayaben Rajawadha Na Bhajan
Загружено: 2023-06-15
Просмотров: 8565
Описание:
જય શ્રી કૃષ્ણ જય યમુના મા 🙏🙏
આજ નું ભજન - મા ને કરીએ પ્રણામ 🙏
કરીએ પ્રણામ મા ને કરીએ પ્રણામ
મહારાણી યમુનાજી ને કરીએ પ્રણામ
પાવન કીધા છે મા એ વનરાવન ધામ
મહારાણી યમુનાજીને કરીએ પ્રણામ
કરીએ પ્રણામ ....
શ્રીજી પ્રભુના પટરાણી પ્યારા
શ્યામ સ્વરૂપ છે ભક્તિના ધારા
વેદ પુરાણ સૌ કરતાં વખાણ
મહારાણી યમુનાજીને કરીએ પ્રણામ
કરીએ પ્રણામ ...
પાપી ના પાપને દેતા રે બાળી
ઘટમાં રમે છે શ્રી ગોવર્ધનધારી
નવ ખંડે ગાજે છે મૈયા નું નામ
મહારાણી યમુનાજીને કરીએ પ્રણામ
કરીએ પ્રણામ ...
ચણીયા ચોળી ને ચુંદડી સાથે
કંકણા કુંડળ ને ટીલડી લલાટે
રૂડા સજ્યા છે માએ સોળે શણગાર
મહારાણી યમુનાજીને કરીએ પ્રણામ
કરીએ પ્રણામ ...
માના ખોળે સહુ પાવન થતા
સર્વે વૈષ્ણવો ના હૈયા હરખાતા
'બિંદુ' ના નાથના રુદિયામાં સ્થાન
મહારાણી યમુનાજીને કરીએ પ્રણામ
કરીએ પ્રણામ ...
ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
Like. Comment. Share. Subscribe.
#Yamuna #YamunaMaharani #yamunamaiya #KariyePranam #JayabenNaBhajan #Jayaben #JayabenRajawadha #GujaratiBhajan #Bhajans #KrishnaBhajan #Krishna #yamunariver #kirtan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: