બાપુભાઈ પ્રથમ હરોળનાં ગુજરાતી ગઝલકાર | શ્રી સંજુ વાળા| Gujarati Gazal
Автор: Charaj Network
Загружено: 2025-01-11
Просмотров: 287
Описание:
બાપુભાઈ પ્રથમ હરોળનાં ગુજરાતી ગઝલકાર | શ્રી સંજુ વાળા| Gujarati Gazal
ચરજ નેટવર્ક મેગેઝિન દ્વારા "ચરજ ગઝલોત્સવ" વિશેષાંક શ્રેણી અંતર્ગત કવિ શ્રી બાપુભાઈ ગઢવી વિશેષાંકનું તારીખ : 21/12/24નાં રોજ ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરના સહયોગથી અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું.
2016 નાં સોનલ બીજ નાં અવસરથી શરૂ થયેલા “ ચરજ નેટવર્ક મેગેઝિન ” અત્યાર સુધીમાં લગભગ ૩૦ અંકો આપી ચુક્યું છે. ચરજ મેગેઝિને આપણી પરંપરાથી નવી પેઢીને અવગત કરાવવા, ચારણ સમાજની સમસ્યાઓને વાચા આપવા સાથે યુવા લોહીને સામાજિક સંવાદ માટે આહ્વાન આપી, ચારણી અસ્મિતા ને નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કરવાનું બીડું ઝડપ્યું છે. અને તે માટે અવાર નવાર અલગ અલગ વિષયોનાં અનુસંધાને વિશેષાંક પણ પ્રકાશિત કરવામાં આવે છે.
ચરજનો આ વખતનો વિશેષાંક પોતાની ગઝલો દ્વારા અર્વાચીન ગુજરાતી કવિતા નાં સામ્રાજ્યમાં અવિસ્મરણિય છાપ છોડી જનાર કવિ શ્રી બાપુભાઈ ગઢવીનાં જીવન - કવન ઉપર પ્રકાશિત કરવામાં આવ્યો.સાથે સાથે ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરના સહયોગથી કવિશ્રી બાપુભાઈ ગઢવીના જીવન -કવન પર એક પરિસંવાદનું આયોજન ,21 /12/24/ના રોજ ,સદવિચાર પરિવાર હોલ,અમદાવાદમાં કરવામાં આવ્યું.
લોકોની નાડ પારખીને જાણે ચાકડેથી શબ્દોનો ઘાટ ઉતારતા હોય એમ એમણે લખ્યું…
તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યુ કે આપણી વચ્ચે પ્રણય નથી.
આ ગઝલ ને ગુજરાતનાં જાણીતા ગઝલ ગાયક શ્રી મનહર ઉધાસ#manharudhasનો કંઠ મળ્યો તો બાપુભાઈ ગઢવી વિશેષાંક ચરજ ગઝલોત્સવ ના વિમોચન સમયે મનહર ઉધાસ તરફથી એક શુભેચ્છા સંદેશ ખાસ મોકલવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રતિષ્ઠિત કવિ શ્રી સંજુભાઈ વાળા એ ,પોતાના વક્તવ્યમાં કવિશ્રી બાપુભાઈ ગઢવીના કવિકર્મ અને એમની ગઝલયત વિષે એક જુદા પરિપેક્ષથી વાત કરી અને ગઝલસરા બાપુભાઈ વિષે એમણે કહ્યું કે કે "બાપુભાઈ એ ભલે ઓછું લખ્યું પણ જે કઈ લખ્યું છે એ બહુ કવોલીટીવાળું લખ્યું છે.બાપુભાઈએ પોતાની ગઝલનો એક એક શેર પોતાની જાતને નીચોવીને લખ્યો છે એવું આપણ ને લાગે."
#gujarat #gujaratinews #charaj #gujarati #gujaratigazal #charajnetwork #manharudas #manharudhas
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: