ગુજરાતી માછીમારના 25 મહિના પાકિસ્તાનની જેલમાં! |
Автор: Svaman
Загружено: 2025-05-06
Просмотров: 110710
Описание:
#TusharBasiya #SagarPatelSvaman #GujaratiFishermeninpaksitan #માછીમારગુજરાત
ગુજરાતી માછીમારો પેટયું રડવા માટે માછીમારી કરતા કરતા ભારત-પાકિસ્તાન સરહદ નજીક પહોંચી જતા હોય છે. આ સરહદી વિસ્તારમાં માછીમારી કરવી અત્યંત જોખમી માનવામાં આવે છે કારણ કે, માછીમારો ક્યારેક સરહદ ઓળંગી જતા હોય છે અથવા પાકિસ્તાની રેન્જર્સ દ્વારા તેમને સરહદ નજીકથી પકડી જેલમાં ધકેલી દેવામાં આવતા હોય છે. જેના પરિણામે રોજી રોટી માટે માછીમારી કરવા ગયેલા માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડતા થઈ જાય છે અને, તેના પરિવાર ચિંતામાં મૂકાઈ જતા હોય છે. આવું બંને પક્ષે બનતું હોય છે તેવું પણ કેટલાક માછીમારો માની રહ્યા છે. પણ હાલ ભારતના અને ખાસ તો ગુજરાત અને દિવના માછીમારો મોટી સંખ્યામાં પાકિસ્તાનની જેલમાં કેદ છે અને ભારત સરકાર તેમને છોડાવે તે માટે રાહ જોઈને બેઠા છે. એવા સમયે સ્વમાનના પત્રકાર સાગર પટેલે ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નવા બંદર પર એક એવા માછીમાર સાથે વાત કરી કે જે સગીર અવસ્થામાં જ માછીમારી કરતા કરતા પાકીસ્તાનની જેલમાં પહોંચી ગયો હતો. આ માછીમારે પાકિસ્તાનની જેલમાં 25 મહિના પસાર કર્યા અને કેવી પ્રતાડના સહન કરી તે આ ઈન્ટરવ્યું પરથી સમજી શકાશે.
સ્વમાન ન્યુઝના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ્સ પર જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો.
👇🏼
ફેસબુક- / svamanmedia
ઈન્સ્ટાગ્રામ- / svamanmedia
ટ્વિટર- https://x.com/svamanmedia
વેબસાઈટ- https://svaman.com/
Video - Team Svaman
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: