Veraval સીરિયલ કિલર નો ખોફનાક કાંડ l Crime Story l
Автор: Namaste Gir News
Загружено: 2025-11-24
Просмотров: 37221
Описание:
#Crimestory #Girsomnathnews #Veraval
વેરાવળમાં તાજેતરમાં એક મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. પોલીસ જ્યારે આ કેસના મૂળ સુધી પહોંચી ત્યારે પગ નીચેથી જમીન સરકી જાય તેવી હકીકત સામે આવી. તપાસમાં ખુલ્યું છે કે, ઝડપાયેલા આરોપીએ આ મહિલાને એનેસ્થેસિયાનો ઓવર ડોઝ આપીને મોતને ઘાટ ઉતારી હતી.
ચાર માસ પૂર્વે મિત્રની પણ કરી હતી હત્યા
પોલીસની પૂછપરછમાં આ નરાધમે કબૂલ્યું છે કે આ તેની પહેલી હત્યા નહોતી. આજથી ચાર મહિના પહેલા તેણે વિશ્વાસઘાત કરી પોતાના જ એક મિત્રને મોરફીનની ગોળીઓ ખવડાવીને મોતની ઊંઘ સુવડાવી દીધો હતો.
હત્યા પાછળનો મોટિવ: લૂંટ અને લાલચ
આ સિરિયલ કિલરનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર લૂંટ હતો. માનવતાને નેવે મૂકીને તેણે માત્ર થોડા પૈસાની લાલચે આ બંને હત્યાઓને અંજામ આપ્યો હતો:
મહિલાની હત્યા કર્યા બાદ તેણે મૃતકના ગળામાંથી સોનાનો ચેન અને બુટ્ટીની લૂંટ ચલાવી હતી.
જ્યારે ચાર માસ પૂર્વે મિત્રની હત્યા કરી તેની પાસેથી એક લાખ રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી લીધી હતી.
પોલીસની સફળ કામગીરી
સમાજમાં માનવતા, પવિત્ર મિત્રતા અને વિશ્વાસને તાર-તાર કરતા આ ખૂની ખેલનો ગીર સોમનાથ પોલીસે અંત લાવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સઘન તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આ ભેદ ઉકેલી નાખ્યો છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
Veraval સીરિયલ કિલર નો ખોફનાક કાંડ l Crime Story l
#Namastegir #Dilipmori #Gujaratinews #suratnews #Jamnagarnews #Bhavnagarnews #Vadodranews #Rajkotnews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: