Nhaanalal | Amar Bhatt | Gargi Vora | Himali Vyas Nayak
Автор: Amar Bhatt
Загружено: 2022-04-01
Просмотров: 3396
Описание:
કાવ્યસંગીત: મનનો રવિવાર ને એકાન્તનો શણગાર
ગુડી પડવો: કવિ ન્હાનાલાલનો જન્મદિવસ:
રસ અને પુણ્યના કવિ ન્હાનાલાલ. ગુજરાતી ભાષાનું આયુષ્ય વધારનાર કવિ ન્હાનાલાલ.
1977નું વર્ષ ન્હાનાલાલનું જન્મશતાબ્દિ વર્ષ હતું. ગુજરાત યુનિવર્સીટીએ યુવક મહોત્સવમાં ન્હાનાલાલનાં ગીતોના ગાનની હરીફાઈ યોજેલી ને મેં મારી 12 વર્ષની ઉંમરે એ ગીતો માણેલાં. (આવું જ દરેક કવિના જન્મશતાબ્દી વર્ષમાં થાય તો? ) 1977માં જ જયશંકર સુંદરી હૉલમાં વિદ્યમાન કવિઓ ન્હાનાલાલનાં જે કાવ્યોનો પાઠ કરે એ જ કાવ્યો સમર્થ ગાયકો ગાઈને રજૂ કરે એવો કાર્યક્રમ પણ ભરપૂર માણેલો. ત્યારથી ન્હાનાલાલ અત્યંત પ્રિય. આજે એક ગરબા સ્વરૂપનું મારૂં સ્વરનિયોજન માણો-
ન્હાનાલાલનાં કાવ્યોમાં ભવ્યતા કેવી છે! ગરબાના શબ્દો છે -
‘કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે
તારલીઓ ટોળે વળી નભચોક!
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે
કે ચંદનીએ વેરેલ તેજનાં ફૂલડાં રે
કે ફૂલડાંની ફોરમ ઝીલે નરલોક:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે
કે વ્હાલમની વિલસે વ્હાલપની આંખડી રે
કે એહવું વિલસે ચન્દ્ર કેરું નેણ:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે
કે કિરણે કિરણે અમૃત દેવનાં રે
કે એહ જળે હું ય ભરું હૈયાહેલ;
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે’
સ્વરકાર:અમર ભટ્ટ
ગાયક: ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયક
બાંસુરી: શ્રી સંદીપ કુલકર્ણી
તબલાં: શ્રી સંજય સેજ્વળકર
ન્હાનાલાલ આકાશનાં સ્તરો-layers- બતાવે છે. નભની ઉપર પણ આકાશ-આભ-છે, આભમાં તોરણ છે ને નભ એ તો ચોક છે જ્યાં તારલીઓ ટોળે વળી છે. આ grandeur - ભવ્યતા અજબ વાતાવરણ ઊભું કરે છે.
ભારતીય વિદ્યાભવન,ચોપાટી, મુંબઈમાં શ્રી ઉદયન ઠક્કર, નિરંજન મહેતા અને કમલેશ મોતાએ મારાં સ્વરાંકનોનો એક કાર્યક્રમ 2018 ઍપ્રિલમાં યોજેલો. એમાં ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયકે આ ગીત રજૂ કરેલું. તે અહીં પ્રસ્તુત છે.
અમર ભટ્ટ
નોંધ:અમારા આલબમ ‘શબ્દ સૂરની પાંખે'માં આ રચના શીર્ષસ્થ ગાયિકા વિભાબેન દેસાઈના અવાજમાં છે અને એમાં નીચેના બે અંતરા પણ ગવાયા છે-
‘કે છેલડ છૂટાં મેલે છોગલાં રે;
કે સુન્દરી છૂટી મેલે વેણ;
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે’
કે ચન્દ્રમાએ બાંધ્યા દિશાઓના ટોડલા રે;
કે ટોડલે ટોડલે તેજની વેલ:
કે આભમાં તોરણ બંધાણાં ત્રિલોકનાં રે’
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: