Gandhiji | Khaleepo Khakhde Chhe | Harikrishna Pathak | Amar Bhatt | Gargi Vora
Автор: Amar Bhatt
Загружено: 2022-10-01
Просмотров: 1234
Описание:
કાવ્યસંગીત:મનનો રવિવાર ને એકાન્તનો શણગાર:
ખાલીપો ખખડે છે
ખાલીપો ખખડે છે મારા રામનો હો..જી..
ખાલીપો ખખડે છે તારા નામનો હો.. જી..
નામ તારું ચાકડે ચડાવ્યું અમે એવું
એના ઉતાર્યા કૈં એવા તેવા ઘાટજી
મેલું ઘેલું લોક; વેરી વશવા’ની મૂડી
એને ચોપડે ચડાવ્યું છે અઘાટ જી.
-ખાલીપો ખખડે છે
નામ તારું ચોકમાં વટાવ્યું એવી પાણે
એનાં ઊપજ્યાં સવાયાં - દોઢાં દામજી
મૂળગી ખોવાણી એ તો જગની ખોવાણી;
પૂરણ, અમે તો સરાવ્યાં શૂરાં કામ જી.
ખાલીપો ખખડે છે
નામ તારું મોતીએ મઢાવ્યું રૂડી રીતે
પ્રીતે બાવલાં બેસાડ્યાં ધરમી ધામ જી.
ખાંતે કરી ખેડી ખાશું, નામ તારું વેડી ખાશું,
સતને ઓવારે ઠરજે ઠામ જી
ખાલીપો ખખડે છે મારા રામનો હો..જી..
ખાલીપો ખખડે છે તારા નામનો હો.. જી..
કવિ: હરિકૃષ્ણ પાઠક
સ્વરકાર: અમર ભટ્ટ
ગાયક: ગાર્ગી વોરા
તબલાં : રિશિન સરૈયા
બાંસુરી: સંદીપ કુલકર્ણી
સાઈડ રિધમ: નવીન મનરાજા
ગાંધીજી નથી તેનો ખાલીપો કવિ હરિકૃષ્ણ પાઠકે આ કાવ્યમાં ખખડાવ્યો છે.
કાવ્યમાં ગાંધી છે તેમ સંગીતમાં પણ ગાંધી છે.
લોક સંગીતમાં - કવિ દુલા ભાયા કાગનું કાવ્ય છે-
‘સો સો વાત્યુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાત્યુંનો જાણનારો'
પૉપ સંગીતમાં - 2016નું સાહિત્યનું નૉબેલ પારિતોષિક મળ્યું તે અમેરિકન સોંગ રાઇટર બૉબ ડિલને ગાયું છે-
‘There was a man named Mahatma Gandhi,He would not bow down, he would not fight. He knew the deal was a-down and dirty. And nothing wrong could make it right away.But he knew his duty and the price he had to pay.Just another holy man who dared to be a friend.My God, they killed him.’
રાગસંગીતમાં - પંડિત રવિશંકરે મોહનકૌંસ રાગ બનાવ્યો (Gandhi -સ્પેલિંગમાં સ્વરો ગ,નિ અને ધ એમણે જોયા) તો પંડિત કુમાર ગાંધર્વે ગાંધી મલ્હાર રાગ બનાવ્યો. બાપુકૌંસ રાગ પણ છે((ઉસ્તાદ અમજદ અલી ખાને બનાવેલ. જો કે આ ગીતની પ્રસ્તાવનામાં મારાથી સરતચૂકથી ઉસ્તાદ અલી અકબર ખાન બોલાઈ ગયું છે તે બદલ ક્ષમસ્વ.) તો કર્ણાટકી સંગીતમાં મોહિની રાગ બાપુના નામ પર છે.
કવિ હરિકૃષ્ણ પાઠકના આ ગીતનું મુખડું મેં મોહનકૌંસ રાગ પર આધારિત સ્વરબદ્ધ કર્યું છે. ગાંધી સાર્ધશતાબ્દી વર્ષમાં કવિ ઉદયન ઠક્કર, નિરંજન મહેતા અને કમલેશ મોતાએ ભારતીય વિદ્યા ભવન ચોપાટી મુંબઈ ખાતે કાર્યક્રમ ‘સહજ સમાધિ ભલી’ કાર્યક્રમ યોજેલો જેમાં ગાર્ગી વોરાએ આ ગીત રજૂ કરેલું તે આજે ખાસ સાંભળો.
અમર ભટ્ટ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: