Kana Na Darshane Shivji Nyal | કાના ના દશૅને શિવજી ન્યાલ | Latest Gujarati Bhajan |Jayaben Rajawadha
Автор: Jayaben Rajawadha Na Bhajan
Загружено: 2020-06-28
Просмотров: 32612
Описание:
કાનૂડા ના દર્શન કરવા શંકર જોગી આવ્યા રે
નંદરાય ના દ્વારે આવી શિવે અલખ જગાવ્યા રે
જટા ઝૂટ માં ગંગા બેઠા, શેષ તણી છે છાયા રે
વ્યાઘ્ર છાલ ને અંગ ભભૂતિ, નાગ ગળે લપટાયા રે.. કાનૂડા ના
કપાળ ઉપર અર્ધો ઈંદુ, ચમક ચમક એ ચમકે રે
ડીમક ડીમક ડીમ ડમરૂ વાગે, ધમ ધમ ઘૂઘરા ધમકે રે.. કાનૂડા ના
ગોકુળિયામાં કૌતક ચાલ્યું, લોકો જોવા જાય રે
નાના નાના છોકરાઓ લઈ માતાઓ સંતાય રે.. કાનૂડા ના
કર માં મોતી થાળ લઈને માતા યશોદા આવ્યા રે
જય જય જોગી જય જય જોગી કહીને શીશ નમાવ્યા રે.. કાનૂડા ના
લ્યો આ ભિક્ષા લ્યો આ ભિક્ષા કહીને કર લંબાવ્યા રે
ના જોઈએ એ ના જોઈએ કહી શિવે શીર ધુંણાવ્યા રે.. કાનૂડા ના
અમે માઈ જંગલ ના જોગી શું કરીએ આ માયા રે
માયામાં તો મોટા મોટા ભાન ભૂલી ભરમાયા રે.. કાનૂડા ના
અમને ઇચ્છા એક જ માતા પુત્ર તમારો લાવો રે
દુર દુર થી આવ્યા અહીંયા બાળકને બતલાવો રે.. કાનૂડા ના
દર્શન કરવા અંતર ઠરવા મોટી અમને આશા રે
દર્શન કરીને પાછા વળશું, જંગલ કરશું વાસા રે.. કાનૂડા ના
કર જોડી કહે જશોદા ભિક્ષા જોગી લઈએ રે
આવું અદ્ભુત રૂપ જોઈને, બાળક મારો બીએ રે... કાનૂડા ના
વળતાં શિવજી કહે છે માતા, બાળ તમારો મોટો રે
જેને જોતાં કાળ ડરે છે, વહેમ ધરો શું ખોટો રે.. કાનૂડા ના
ચૌદે ભુવન માં એના જેવો, કોઈ નથી બળવાન રે
જલ્દી લાવો જલ્દી લાવો, એ મોટો ભગવાન રે.. કાનૂડા ના
વસ્ત્ર લપેટી લાવ્યા માતા નંદકુંવર તે વાર રે
વારે વારે કરે વંદના, શિવ બોલે જયકાર રે.. કાનૂડા ના
મસ્તક નામી કૃષ્ણ હસે છે, શંકર થૈ થૈ નાચે રે
ડમરૂ બાજે ઘૂઘરા ગાજે, કાનૂડા ને રાચે રે... કાનૂડા ના
તાળી પાડી પગ ઉછાળે ખળ ખળ હસતાં લાલ રે
ગોવિંદ ના સ્વામીને નિરખી શિવ થયા છે ન્યાલ રે.. કાનૂડા ના
Like. Share. Comment.Subscribe.
#MahadevBhajan #KrishnaBhajan #Bhajan #GujaratiBhajan #JayabenRajawadha #Jayaben #JayabenBhajan #BholenathBhajan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: