Bhola Na Mandiriye | ભોળા ના મંદિરીયે | Shankar Bhagwan | Mahadev Bhajan | Jyotirling Bhajan Jayaben
Автор: Jayaben Rajawadha Na Bhajan
Загружено: 2021-02-07
Просмотров: 27171
Описание:
જય શ્રી કૃષ્ણ ૐ નમઃ શિવાય 💐🙏
રાગ: વરસે ભલે વાદળી ને
ભોળા ના મંદિરીયે ભક્તિ સૌ જાય
ૐ નામઃ શિવાય ની ધૂન બોલાય
સૌરાષ્ટ્રે સોમનાથ નો ડાંકોરો વાગે
પ્રગટ થયા પ્રભુ ચંદ્રમાં ને કાજે
સોમનાથ દાદાને નો મહિમા ગવાય... ૐ નમઃ શિવાય...
મલ્લિકાર્જુન શ્રી શૈલે બિરાજે
પ્રગટ થયા પુત્ર કાર્તિકેય ના કાજે
પાતાળ ગંગાના દર્શન થાય... ૐ નમઃ શિવાય...
કાળ ના કાળ એતો દેવ મહાકાલ છે
ઉજ્જૈન નગરી માં જાય તેનો બેડો પાર છે
ભસ્મના છાંટણા ભોળા ને છંટાય... ૐ નમઃ શિવાય...
ૐકાર મામલેશ્વર ના દર્શન કરતાં
નર્મદા મૈયા વહે છે વચમાં
બોલ બમ બોલ બમ ના નાદ સંભળાય.. ૐ નમઃ શિવાય...
પાંચમા જ્યોતિર્લિંગ પર્લીગામે
સુખિયા દુઃખિયા સૌ દર્શને આવે
વૈજનાથ દાદા નું મહિમા ગવાય... ૐ નમઃ શિવાય...
ડાકીન્યા માં ભીમાશંકર બિરાજે
દાનવ ભિમાં ને ભોળો દર્શન આપે
ભીમ નદી ની ઉત્પત્તિ થાય... ૐ નમઃ શિવાય...
દક્ષિણે સેતુબંધ રામેશ્વર ધામ છે
રામ ના ઈશ એતો રામેશ્વર કહેવાય છે
એકવીસ કુંડ માં સ્નાન કરાય... ૐ નમઃ શિવાય...
નાગેશ્વર નાથ એતો દારૂકા વાન માં
ભોળો રહે છે સદા ભક્તો ના મન માં
દારુક કુળ નો ઉધ્ધાર થાય.. ૐ નમઃ શિવાય...
કાશી વારાણસી એ તો અમર ધામ છે
વિશ્વ ના ઈશ્વર ના દર્શન થાય છે
ગંગા મૈયા માં સ્નાન કરાય... ૐ નમઃ શિવાય...
ગૌતમી તટે ત્ર્યંબકેશ્ચર ધામ છે
ત્રણે દેવો ના પૂજન થાય છે
બ્રહ્મા વિષ્ણુ મહેશ ના દર્શન થાય.. ૐ નમઃ શિવાય...
હિમાલય ની ગોદ માં કેદારનાથ છે
ખળ ખળ વહેતી મંદાકિની માત છે
પશુપતી નાથ નો મહિમા ગવાય છે.. ૐ નમઃ શિવાય...
વેરૂળ ધામ માં ધુશ્મેશ્વર નાથ છે
ધુશ્માની ભક્તિ નો મહિમા ગવાય છે
દીકરો એનો સજીવન થાય છે.. ૐ નમઃ શિવાય...
બારે જ્યોતિર્લિંગ નો મહિમા જે ગાશે
કૈલાશ માં એનો વાસ જ થાશે
ભાવે ભક્તો સૌ ગુણલા ગાય.. ૐ નમઃ શિવાય...
હર હર મહાદેવ 🙌🙏
ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
Like. Comment. Share. Subscribe.
#JyotirlingBhajan #JayabenRajawadha #Jayaben #ShankarBhagwan #Mahadev #Shiv #Shankar #MahadevBhajan #Bhajans #GujaratiBhajan #Gujarati #Bhajan #Bholanath #Bholenath #BholenathBhajan #BholanathBhajan
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: