Barkat Virani 'Befam'
Автор: Bhavan Kalakendra
Загружено: 2023-09-05
Просмотров: 11523
Описание:
આ મંગળવારે યુટ્યુબ પર ગીત-ગઝલની મહેફિલ
‘બેફામ, તમને સો સો સલામ’
________________________________________
જેવું સૌમ્ય, સાલસ અને સ્પર્શી જાય તેવું વ્યક્તિત્વ, એવી જ અનેક ગઝલોના સર્જક, સર્વપ્રિય શાયર-ગીતકાર બરકત વિરાણી ‘બેફામ’નું આ જન્મ શતાબ્દી વર્ષ છે. આ નિમિત્તે ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર દ્વારા ભવન ઑડિટોરિયમ ચોપાટીમાં એક અનૂઠો કાર્યક્રમ ‘બેફામ, તમને સો સો સલામ’ રજૂ થયો હતો. જેને દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો. હવે આ જ કાર્યક્રમ મંગળવાર ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ રાત્રે ૯ વાગે રજૂ થશે.
જાણીતા ગઝલચાહક ડૉ. પ્રકાશ કોઠારી, ‘બેફામ’ તથા અન્ય શાયરોનાં સંભારણાં રજૂ કરશે. બરકત ભાઈની ચોટદાર ગઝલો તથા અતિલોકપ્રિય ગુજરાતી ફિલ્મ ગીતોની રજૂઆત કરશે લોકપ્રિય ગાયકો - રેખા ત્રિવેદી, ધ્વનિત જોશી, ભક્તિ આસાની તથા ઉદય મઝુમદાર અને હિન્દી ફિલ્મોના વિખ્યાત પાર્શ્વગાયક તેમજ ગુજરાતી ગઝલોના ભેખધારી કલાકાર મનહર ઉધાસ. સમગ્ર કાર્યક્રમની સંકલ્પના અને સંયોજન નિરંજન મહેતાનાં છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: