ગુજરાતની 12 વસ્તુઓ જે આખા વિશ્વમાં ક્યાંય ન મળે | GI Tag | Bey Gajab
Автор: VTV Gujarati News and Beyond
Загружено: 2021-01-17
Просмотров: 359045
Описание:
ગુજરાતની 12 વસ્તુઓ જે આખા વિશ્વમાં ક્યાંય ન મળે | Bey Gajab
#geographicalindication #whatisgitag #gitag
00:00 પ્રસ્તાવના
00:48 મધ્ય ગુજરાત
05:22 સૌરાષ્ટ્ર
09:10 ઉત્તર ગુજરાત
10:51 દક્ષિણ ગુજરાત
11:24 કચ્છ
1). સંખેડા ફર્નિચર (Sankheda Furniture)
ગુજરાતમાં પ્રવાહી વડે પ્રક્રિયા કરીને તેમ જ પરંપરાગત તેજસ્વી મરુન અને સોનેરી રંગોનો સાગના લાકડાં પર પ્રયોગ કરીને બનાવવામાં આવતા ફર્નિચરને સંખેડા ફર્નિચર કહેવાય છે.ટૂંકમાં કહું તો સંખેડા ફર્નિચર એ રંગબેરંગી સાગ લાકડાંનું ફર્નિચર છે.આને.સંખેડા ફર્નિચર એટલા માટે કહેવામાં આવે છે.
2). ખંભાતનું અકીક કામ (Khambhatnu Akik Kam)
કર્નેલિયન પથ્થરો કે જે વિશ્વના સૌથી પવિત્ર પત્થરો માનવામાં આવે છે. કેમ્બેના એગેટ એટલે કે ખંભાતનું અકીક કર્નેલિયન પથ્થરોના ઘણા ઉપયોગોમાંથી એક છે. આ સુંદર પત્થરો ઓછામાં ઓછા 1,500મી સદીથી ગુજરાતના ખંભાત ખાતે માઈન અને પોલિશ કરવામાં આવે છે. એક રસપ્રદ વાત એ છે કે અહીંયા ખંભાતમાં ખનિજની કોઇ ખાણ જ નથી. પણ અહીંથી લગભગ 200 કિલોમીટર દૂર રાજપીપળાથી અકીક લાવવામાં આવે છે.
3). ભાલીયા ઘઉં (Bhalia wheat)
તો , ગુજરાતના ખંભાતના અખાતની ઉત્તરે આવેલા ભાલ વિસ્તારમાં જે ઘઉંને ઉગાડવામાં આવેને એને ભાલીયા ઘઉં કહેવામાં આવે છે અને સાથે તે દાઉદખાની ઘઉં તરીકે પણ ઓળખાય છે.આ ઘઉં બીજા કરતા એટલા માટે અલગ છે કારણકે આ ઘઉંના દાણા સામાન્ય ઘઉં કરતા સહેજ લાંબા હોય છે.ભાલીયા ઘઉંની એક જાત ગુજરાત ઘઉં નંબર ૧, ગુજરાતમાં ખુબ જ લોકપ્રિય છે.
4). ગીરની કેસર કેરી (Gir Ni Kesar Keri)
ગીર વિસ્તારમાં પેદા થતી કેરીનો એક પ્રકાર એટલે ગીરની કેસર કેરી, આ કેરી તેના તેજસ્વી, ચમકતા નારંગી રંગ અને લાજવાબ સ્વાદના કારણે બીજી બધી કેરીની જાત કરતા વધારે પ્રેમીઓ ધરાવે છે.
5). જામનગરની બાંધણી (Jamnagar ni Bandhani)
બાંધણી નો મતલબ થાય છે બાંધવું અને મેં બાંધણીને સુનગુડી એટલા માટે કહ્યું કારણકે, તામિલનાડુમાં તેને સુનગુડી કહેવામાં આવે છે. અને હવે તમને એ પણ કહી દઉં કે આને બંધાણી શા માટે કહેવામાં છે એ તો સુતરાઉ રેસાઓને બાંધી કુદરતી રંગોથી રંગવાની પરંપરાગત પદ્ધતિથી બનતી સાડી એટલે આ આપણી બંધાણી.
6).રાજકોટના પટોળાં (Rajkotna Patola)
રાજકોટના પટોળા ગુજરાત રાજ્યના બે મોટા જિલ્લાઓ, એટલે કે રાજકોટ અને સુરેન્દ્રનગરના કુશળ કારીગરો દ્વારા તૈયાર કરવામાં છે.આ સાંભળીને તમને એવું થતું હશે કે પટોળા તો પાટણના ફેમસ છે પણ રાજકોટના પટોળાની ડિઝાઇન પાટણ પટોળા કરતાં જુદી છે અને પાટણ અને રાજકોટ બન્નેના પટોળાને વણવા માટે લૂમ્સ અને સાધન પણ સંપૂર્ણ રીતે અલગ છે એટલે રાજકોટના પટોળાં પણ પાટણના પટોળાં જેટલા જ ફેમસ છે અને સાથે સસ્તા પણ અને ખાસ વાત એ છે કે આ પટોળા એક જ બાજુથી વણાયેલા અને રંગબેરંગી દોરાથી રંગાયેલા હોય અને વર્ષ 2015 માં રાજકોટના પટોળાને જી.આઈ.ટેગ આપવામાં આવ્યો હતો.
7). ટાંગળીયા શાલ (Tangaliya Shawl)
ટાંગળીયા શાલની કળા મોટા ભાગે સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળે છે.ઘણા લોકો આને ટાંગળીયા કે પછી તાંગલિયાના નામે ઓળખે છે જે એક પ્રકારનું હાથવણાટ છે. તાંગલિયા કાપડનો ઉપયોગ વાંકાનેર, અમરેલી , દહેગામ , સુરેન્દ્રનગર , બોટાદ , ભાવનગર અને કચ્છ જેવા વિસ્તારોના ભરવાડ સમુદાયની મહિલાઓ દ્વારા શાલ અને પહેરવાના કપડાં તરીકે કરવામાં આવે છે. જેને 2009-10 માં 'ટાંગળીયા શાલ'ના નામથી GI TAG આપવામાં આવેલ છે.
8). પાટણના પટોળાં (Patan na Patola)
પટોળા એ રેશમી કાપડના વણાટથી બનેલી એક પ્રકારની સાડી છે. પાટણના પટોળાં બેવડાં ઇકત ઇક્ત એટલે વણાટ એટલે કે બંને સાઈડથી વણેલી સાડીઓ છે.તમને જાણીને નવાઈ લાગશે કે આ સાડીમાં બંને સાઈડ એકે સરખું જ વણાટ હોય અને એને બંને સાઈડથી પહેરી શકાય છે અને આ પટોળાં માત્ર ભૌમિતિક ડિઝાઇનમાં જ તૈયાર કરવામાં આવે છે. આ પટોળું હાથસાળ દ્વારા બનાવામાં આવતું હોવાથી તેમાં ખૂબ જ વાર લાગે છે અને તેની પ્રક્રિયા પણ ખુબ જ લાંબી હોવાના કારણે એક સાડી બનાવવા માટે છ મહિનાથી એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.
9). પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક (Pethapur Printing Block)
ગુજરાતના ગાંધીનગરથી લગભગ 7 કિલોમીટરના અંતરે આવેલા પેથાપુર ગામના પ્રખ્યાત લાકડાના છાપકામ બ્લોક્સને 2015-16માં જી.આઈ ટેગ મળેલો છે. આ હસ્તકલામાં લાકડાંના બીબા એટલે કે બ્લોક પર ઝીણી કોતરણી કરી કાપડ પર પ્રિન્ટિંગ માટે બ્લોક બનાવામાં આવે છે.
10). સુરત જરીકામ (Surat Zari craft)
સુરતનું આ જરીકામ કે વણાટ એ એક કાપડનું ઉત્પાદન છે. આ રેશમ અને કપાસ યાર્ન સોનું, ચાંદી અથવા કોપરના તાર સાથે વણીને બનાવવામાં આવે છે. જરીના દોરાનો ઉપયોગ કરી રેશમી કાપડમાં વણાટ દ્વારા જટિલ ડિઝાઇન બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ કાપડ ઉધોગો અને હસ્તકલામાં વ્યાપક છે.
11). કરછી શાલ (Kutchi Shawl)
તો આ શાલ મોટા ભાગે કચ્છના ભુજોડી ગામે કચ્છી વણાટની પરંપરા સાથે જોડાયેલું છે.આ શાલ પરંપરાગત વણાટ દ્વારા તૈયાર થાય છે.પરંપરાગત રીતે કચ્છી વણકર મારવાડી અને મહેશ્વરી સમુદાયો દ્રારા આ સુંદર શાલને બનાવવામાં આવે છે. કચ્છી શાલને હસ્તકલા એટલે કે handicraft ગૂડ્સ ટાઈપમાં 2012-13માં GI Tag મળેલો છે .
12). કચ્છ ભરતકામ (Kutchi bharatkam)
તો કચ્છ જિલ્લાની સ્ત્રીઓ દ્વારા સુતરાઉ કાપડ પર સુતરાઉ અથવા રેશમના દોરાની મદદથી ભરતકામ કરવામાં આવે છે.આ ભરતકામ એ આદિવાસી સમુદાયના હાથવણાટ અને કાપડ પર કરવામાં આવતી ક્લા અને પરંપરા છે.
Download VTV Gujarati News App at https://goo.gl/2LYNZd
VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at http://www.vtvgujarati.com/
Connect with us at Facebook!
/ vtvgujarati
Follow us on Instagram
/ vtv_gujarati_news
Follow us on Twitter!
/ vtvgujarati
Join us at LinkedIn
/ vtv-gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: