માવાની મોરલીયે મારા મનડા હરિ જાય છે # કીર્તન નીચે લખ્યું છે
Автор: જલારામ મંડળ ઉધના
Загружено: 2025-09-22
Просмотров: 15839
Описание:
હે માવા ની મોરલીયે મારા મનડા હરી જાય છે
મોરલી ના મીઠા સૂર કાળજે વાગી જાય છે
હે દ્વારકા નગરીનો એ તો મીઠો દેવ કહેવાય છે....... માવાની
હે જન્મ્યો તુજે જેલમાં ને કાળી ભમ્મર રાતે
શેષનાગછાયા કરે વાસુદેવ ચાલ્યા જાય....... માવાની મોરલીયે
હે નાચી ઉઠ્યા જશોદાને પિતા નંદરાય
નંદ ઘેર આનંદ ભયો ગોકુળમાં ગવાય છે....... માવાની મોરલીયે
હે ભરી સભામાં જેની લાજ રે લેવાય છે
દ્રૌપદી ના ચીર પુરવા વાલો મારો જાય છે....... માવાની મોરલીયે
કુરુક્ષેત્ર મેદાનમાં રથને પાછોપાડે
વાહકર્ણ વાહકર્ણ કહી અર્જુનને સંભળાવે....... માવાની
હે સુદામા ના મનની વાતો માવો જાણી જાય છે
કંચનના મહેલ ચ ણી દીધા જાદવરાઈએ....... માવાની
હે ગિરધર ના ગુણ રાણી મીરાબાઈ ગાય છે
હે ઝેરના અમૃત કર્યા જાદવરાઈએ...... માવાની મોરલીયે
નરસિંહ મહેતા ની ભક્તિ વાલા એ સ્વીકારી
કુંવરબાઈ ના મામેરા વાલો પુરવા જાય છે...... માવાની
હે તુલસીને માળાએ કાનો રાજી થાય છે
બોડાણા નુ ગાડુ હાંકી રણછોડરાય કહેવાય છે........ માવાની
હે ગીતાનો સાર કાનો એવો કહી જાય છે
હે , હણે એને હણવામાં માં પાપ ના કહેવાય રે....... માવાની
માવાની મોરલીયે મારા મનડા હરી જાય છે
🌹🌹🌹🌹🙏 જય શ્રી કૃષ્ણ 🙏🌹🌹🌹🌹
નમસ્તે દર્શક મિત્રો જલારામ મંડળ ઓજના ચેનલમાં સર્વે વહાલા ભાવિ ભક્તોનો દિલથી ભાવભર્યું સ્વાગત છે જો તમને અમારા સત્સંગ વિડિયો ગમે તો અમારી ચેનલને એક લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો 👍👍👍🔔🔔🔔
જલારામ મંડળ ઉધના ચેનલ નિહાળતા સર્વે ભાવીભક્તોને જલારામ મંડળ ઉધના ના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય🙏🙏🙏🙏🙏🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: