Tanvi Shah

બાળગીત બાળકોના વિકાસનું એક અમૂલ્ય પાસું છે.બાળકોને નીતનવા ગીતોનો આનંદ મળે તે હેતુ સાથે ડૉ તન્વી શાહ,છેલ્લા પાંચ વર્ષથી રોજ એક ગુજરાતી બાળગીત અને ૧૨૫થી વધુ બાળવાર્તા/કિશોરકથા/ઈતિહાસકથાઓ/વિજ્ઞાનવાતો પોતાના અને દિકરી શાબ્દી દોશીના સ્વરમાં ટેલીગ્રામ ચેનલ, whatsapp, facebook તથા YouTube દ્વારા બ્રૉડકાસ્ટ કરે છે ..

જેમાં ગીત, હાલરડાં, જોડકણાં, ઉખાણાં,વાર્તાગીત, અભિનય ગીત ,તહેવાર ગીત વગેરે માહિતી સાથે રસસભર શૈલીમાં પ્રસ્તુત થાય છે.વિશેષ દિવસોએ તેને લગતાં ગીત માહિતી સાથે ગવાય છે.

બાળકો અને બાળસહજ મોટેરાંને આનંદ આવે એ જ ઉદ્દેશ્ય છે.વધુ ને વધુ બાળકો સુધી ગુજરાતી બાળસાહિત્યનો વારસો પહોંચશે તો ગમશે.🙏🏻