શ્રીમદ ભાગવત ગંગા કિનારે.... કીર્તન નીચે લખેલું છે...|| shree mad bhagvat ganga kinare....
Автор: dayaben virani
Загружено: 2021-09-25
Просмотров: 119322
Описание:
શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગા કિનારે
શ્રીમદ ભાગવત નો મહિમા છે મોટો
જગતમાં જડે નહિ એનો રે જોટો
સાંભળતા પાવન થવાય હાલો ગંગા.....
એક દિન સમયે પરીક્ષિત રાજા
મૃગલા રમવા વનમાં ગયા
રાજા ને લાગી તરસ હાલો ગંગાકિનારે
શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગાકિનારે
ઋષિ મુનિના આશ્રમે આવ્યા
રાજાએ પાણી માગ્યું છે મનમાં
ઋષિ એ સાંભળ્યું નહી હાલો ગંગા...
પરીક્ષિત રાજા ક્રોધે ભરણા
મરેલા સાપ ઋષિ ના ગળા માં પેરાવા
રમી આવ્યા ઋષિકુમાર હાલો ગંગા...
શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગા...
આવા તે કામ રે કોણે રે કીધા
મારા પિતાજી બેઠા છે ધ્યાનમાં
ઋષિકુમાર એ દીધો શ્રાપ હાલો ગંગા..
પરીક્ષિત રાજાને ખબર પડી
આરે કાયાનો મારે કલ્યાણ કરવું
રાજા ને લાગ્યો વૈરાગ્ય હાલો ગંગાકિનારે..
શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગા
રાજ રે છોડ્યા ને પાટ રે છોડ્યા
સોડીયા છે પુત્ર પરિવાર હાલો ગંગા કિનારે
ગંગાકિનારે શુકદેવજી મળ્યા
આરે કાયાનો મારે કલ્યાણ કરવું
દિવસ સાતની માય હાલો ગંગા...
શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગા...
અધ્યોટર હજાર ઋષિ તેડાવ્યા
દુર્વાસા આવ્યાને વાલ્મિકી આવ્યા
સનતકુમાર આવ્યા છે ચાર હાલો ગંગા...
નારાયણ કરતા નારદજી આવ્યા
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ હાલો ગંગાકિનારે..
શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગાકિનારે..
આલાલીલા વાસ ના મંડપ રોપ્યા
આસોપાલવના તોરણ બાંધ્યા
કેળો ના રોપાવ્યા સ્થંભ હાલો ગંગા...
ઊંચા આસને શુકદેવજી બેઠા
શ્રોતા તે બેઠા ને ભક્તો રે
પરીક્ષિત ઉભા આસન હાલો ગંગા..
શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગા....
શ્રીમદ ભાગવત સાંભળી રે લીધું
કાયાનો કલ્યાણ કરી રે લીધું
આકાશમાંથી ઉતર્યા વિમાન હાલો ગંગા કિનારે
શ્રીમદ ભાગવત જે કોઈ ગાશે
ઊંડા અંતરમાં જ્ઞાન રે થાશે
વૈકુંઠધામ એ પહોંચાય હાલો ગંગા...
શ્રીમદ ભાગવત સંભળાય હાલો ગંગા કિનારે...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: