Karela Karam Na Badla Deva Re Pade Chhe | કરેલા કરમ ના બદલા | Peaceful Gujarati Bhajan Full HD Video
Автор: Shree HariKrishna
Загружено: 2023-12-26
Просмотров: 3717
Описание:
👉આ શ્રી હરિકૃષ્ણ ચેનલ ને SUBSCRIBE કરી દેજો જેથી તમને નવા વિડિઓ ની માહિતી મળતી રહે અને SHARE કરજો .....આભાર....🙏
#gujaratibhajan
સાખી :
કર્મ પ્રધાન, વિશ્વ કરી રાખા
જસુ કરની કર, તસુ ફલ દાખા
રઘુકુલ રીત સદા ચાલી આઈ
પ્રાણ જાય પર બચન ન જાય…
************
Karela Karam Na Badla Deva Re Pade Chhe
************
કરેલા કરમ ના (કર્મ ના ) બદલા, દેવા રે પડે છે
દેવા રે પડે, અંતે સૌ ને નડે છે
આ કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે…
.
જીવડો લીધેલો એણે, શ્રવણ કુમાર નો
ત્યારે અંધો -અંધી, એની સુરતે ચડે છે
દેણું દીધું, ઈ દશરથ જાણે
પુત્ર વિયોગે, એનું ખોળિયું પડે છે
કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે
.
દેવા રે પડે અંતે સૌને નડે છે
કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે
કરેલા કરમ નાં બદલા …
.
અવધપૂરી નાં રાજા, રામે વાલી ને માર્યો ત્યારે
ન્યાય નાં હણેલા બંધન, લાભ થી લડે છે
જોર છે જગત નું એને, તોય કાંઈ નાં ચાલ્યું એનું
પ્રાચી નાં મેદાને એના, ઋણ લા ભરે છે
કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે..
.
દેવા રે પડે અંતે, સૌ ને નડે છે,
કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે..
.
વામનરૂપ ધરી ને જ્યારે, બલી રાજા ને છેતર્યો ત્યારે,
વગર વિચાર્યા વાહલે, પગલા ભરે છે..
ભૂમિ ને બદલે, એ ભૂતળ પધાર્યા
કોળિયો બની ને એના ફેરા ભરે છે
કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે
.
દેવા પડે, છેવટે સૌને નડે છે,
કરેલા કરમ નાં બદલા દેવા….
.
લાજ રે લુંટાણી જ્યારે, ભીમ ની ગદા ન ભાળી ત્યારે
જાંગ જો ખૂમાણી એનો પૂરાવો જળે છે
કૌરવ ને કાપ્યા પછી, પાંડવો પીડાણા
હેમાળે જવા છતાં એના હાડ ક્યાં ગળે છે
કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે
.
દેવા રે પડે છે, છેવટે સૌ ને નડે છે
કરેલા કરમ નાં બદલા દેવા રે પડે છે
દેવા રે….
.
અમૃત કેરી, વેહચણ કીધી ત્યારે
સૂર્ય અને ચંદ્ર એ ની ચાડી કરે છે
આપ કરેલા, હજી આડા આવે એને
રાહુ ને જોઈ ને, મોઢા કાળા પડે છે
કરેલા કરમ નાં બદલા, દેવા રે પડે છે
.
હરિશ્ચંદ્ર રાજાએ જુઓ, સત્ કારણે સંકટ સહયા
રાની અને વળી પૂત્ર વેંહચ્યાં, આંખે થી આંસુ ન વહયા
પતિ કાજે પરિતાપ સહેતી, એ હરખી ને હુલાસમાં
અમ દેશ ની એ આર્ય રમણી, અમર છે ઇતિહાસમાં ..
---------------------------------------------------------------------
Discover divine music at its best on Shree Harikrishna India. Explore the finest Bhajans, Aarti's, Mantras, Meditation Chants, and Kirtans. Dive into devotion with Shree Krishna, Hanuman, Ganesh, Ram, and more. Start your day with Morning Mantras, embrace the culture through Gujarati Bhajans, and join the spiritual journey.
Subscribe Now for spiritual bliss.
Shiv Bhajan: • Shiv Bhajan
Shiv Dhun: • Om Namah Shivay Dhun | POWERFUL Om Namah S...
Krishna Raas: • New Krishna Raas Garba Gujarati | Krishna ...
Swaminarayan Nitya Niyam: • Swaminarayan Nitya Niyam
Gujarati Moral Story: • Gujarati Moral Story
Subscribe Channel: / @shreeharikrishna
.
.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, commenting, educational, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
Reference: https://bit.ly/3l8GUbc
Section 107 of the Copyright Act 1976:
1)This video has no negative impact.
2)This video is also for educational purposes.
3)It is transformative in nature.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: