ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

ગુવાર સીડ ગુવાર ગમ

Автор: kishan mitro

Загружено: 2022-06-20

Просмотров: 3067

Описание: આ પાકને રેતાળ કે ગોરાડું પ્રકારની જમીન વધારે અનુકૂળ આવે છે, પાણી ભરાઈ રહેતું હોય કે ક્ષાર વાળી જમીન આ પાકને માફક આવતી નથી.

શિયાળુ પાકની કાપણી પછી કરબ ની બે ખેડ કરી, જડિયા વીણી જમીન તૈયાર કરવી.

જાતો : વાવણી માટે ગુવાર ગુજરાત- 1, 2 જાત પસંદ કરવી. જેમાં ગુજરાત 2 જાત વધુ જાણીતી છે. જેની ઉત્પાદન ક્ષમતા 480 kg/એકર છે, તેના દાણા ગુલાબી રંગના હોય છે. આ વહેલી પાકતી જાત છે. તેમાં ગુંદરની માત્રા 30% અને પ્રોટીનની માત્રા 30.44% છે.

બીજ માવજત

સંશોધન મુજબ બીજને રાયઝોબિયમ કલ્ચર @250ગ્રામ/10 કિલો બીજ પ્રમાણે પટ આપવાથી પ્રતિ એકર 98 કિલો નાઇટ્રોજન સ્થિરીકરણ થાય છે.

આપની મહેનત પર બીજજન્ય ફૂગ પાણીના ફેરવે તે માટે વાવણી પહેલા બીજને 3-4 ગ્રામ થાયરમ/કિલો બીજ પ્રમાણે પટ આપી વાવેતર કરવું.

વાવણી તકનિક: ચોમાસુ પાકની વાવણી જૂન-જુલાઇ માં વાવણી લાયક વરસાદ થાય કરવી.


ઠંડીથી ઉગાવો ઓછો થાય છે. ઉનાળુ પાક ની વાવણી ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયાથી માર્ચના પ્રથમ અઠવાડીયા સુધી ઠંડી ઘટતા કરવી.

છોડની પૂરતી સંખ્યા જાળવવા વાવણીના 8 થી 10 દિવસ બાદ બે છોડ વચ્ચે 10 સેમીનું અંતર રાખી પારવણી કરવી

નીંદણ નિયંત્રણ

નીંદણ નિયંત્રણ માટે વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન 30EC (સ્ટોમ્પ,ટાટાપેનીડા) @1.3 Ltr/એકર/200Ltr પાણી મુજબ છાંટો.

ઊભા પાકમાં નીંદણ નિયંત્રણ માટે જમીન માં પૂરતો ભેજ હોય ત્યારે વાવણીના 15 થી 20 દિવસે ઈમાઝેથાપર (પરશુટ) @300 મિલી/એકર/150 લિટર પાણી મુજબ ભેળવી કટ નોઝલ થી છાંટો.


રાસાયણિક ખાતર :ચોમાસુ પાક ના સારા વિકાસ માટે 1એકરમાં 5 કિલો નાઈટ્રોજન (11 કિલો યૂરિયા), 15 કિલો ફોસ્ફરસ (94 કિલો SSP) અને 15 કિલો પોટાશ (25 kg MOP) વાવણી અગાઉ ચાસમાં આપવું. આ ઉપરાંત 1એકરમાં 5 કિલો નાઈટ્રોજન (11 કિલો યૂરિયા) ફૂલ અવસ્થાએ આપવું.

ઉનાળુ પાક ના સારા વિકાસ માટે 1એકરમાં 8 કિલો નાઈટ્રોજન (18 કિલો યૂરિયા) અને 16 કિલો ફોસ્ફરસ (100 કિલો SSP) વાવણી અગાઉ ચાસમાં આપવું.

વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને ઉત્પાદન ઘટે છે

પિયત:ચોમાસુ પાક માં ફૂલ અવસ્થા અને શીંગ અવસ્થાએ 10 થી 15 દિવસ ના અંતરે પાણી આપવું.

ઉનાળુ ગુવારમાં સારા વિકાસ અને ઉત્પાદન માટે પહેલું પિયત વાવણી સમયે, બીજું પિયત વાવણી પછી 20-25 દિવસે અને બાકીના 3-4 પિયત 12-15 દિવસે આપવા.

હલ્કી જમીનમાં સારા વિકાસ માટે પ્રથમ પિયત વાવણીના 20 દિવસે આપવું, ત્યારબાદ 4 થી 5 પિયત 10-12 દિવસના અંતરે આપવા.

સૌરાષ્ટ્રની મધ્યમ કાળી જમીનમાં સારા વિકાસ માટે કુલ 7 પિયતની ભલામણ છે, પહેલા બે વાવણીના 15 દિવસમાં, બાકીના 8 થી 10 દિવસના અંતરે આપવા.

દક્ષિણ ગુજરાતની ભારે કાળી જમીનમાં 5 પિયત આપવા,પહેલું પિયત વાવણી વખતે, બીજું પિયત વાવણી પછી 7 દિવસે, ત્રીજું પિયત વાવણી પછી 23 દિવસે, ચોથું વાવણી પછી 40 અને પાંચમું વાવણી પછી 55 દિવસે આપવું.

ઉગાવા પછી વારંવાર પિયત આપવાથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ જ થાય છે, ફૂલ-શીંગ આવતા નથી, ફૂલ આવવાની શરૂઆત પહેલા પિયત માફકસર જ આપવું.

જીવાત નિયંત્રણ

ગુવાર ની મીજ: ગુવારની ફૂલ અવસ્થાએ માદા મીંજ ફૂલમાં ઈંડા મૂકે છે. જેમાથી નીકળતો કીડો અંદરનો ગર્ભ કોરી ખાય છે. જેના કારણે ફૂલમાથી શીંગ ન બેસતા તેમાં વિકૃતિ થઈ ગાંઠ જેવુ થાય છે અને તેમાં દાણા બેસતા નથી. નિયંત્રણ માટે, ઇંડોક્ષાકાર્બ14.5SC (સરવાદા/અવાંટ) @5ml + સ્ટિકર (સંદોવિત/અપ્સા80) @6ml/10Ltr પાણી અથવા સ્પીનોસેડ45SC (સ્પીન્ટોર, ટ્રેસર) @7.5ml/15Ltr પાણી અથવા ફિપ્રોનિલ 5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @ 30ml/15Ltr પાણી અથવા લેમ્ડાસાઈલોહેથ્રિન5EC (કરાટે, સિલ્વા પ્લસ, રીવા 5) @7.5 ml/15Ltr પાણી અથવા થાયોડીકાર્બ 75WP(લાર્વીન, ચેક) 40 ગ્રામ/15 લિટર પાણી મુજબ છાંટો.


થ્રીપ્સ:થ્રીપ્સ પાન માથી રસ ચૂસે છે. ફૂલ અવસ્થાએ થ્રીપ્સ ના ઉપદ્રવ થી ફૂલ સુકાઈ ને ખરી પડે છે. જો ઉપદ્રવ વધુ હોય તો, ફિપ્રોનિલ5SC (રિજેંટ, રેબીડ, ફેક્સ) @30ml/15Ltr પાણી અથવા ઇમિડાક્લોપ્રીડ 350 SC (કોન્ફિડોર સુપર) 30 મિલી/એકર, 200 લિટર પાણી અથવા લેમડાસાઈલોહેથ્રીન5EC (કરાટે,રીવા) @15-20 ml/15Ltr પાણી મુજબ છાંટો.

મોલો:મોલોમશી પાન માથી રસ ચૂસે છે. મોલોમશી ઓછી હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ(કાન્ફીડોર,ટાટામીડા)@3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.

સફેદમાખી:સફેદમાખી પાનમાથી રસ ચૂસે છે. જો તે વધુ હોય તો નિયંત્રણ માટે 20gm ડાયફેન્થિયુરોન (પેગાસસ, પજેરો)/15Ltr પાણી અથવા સ્પાઇરોમેસિફેન240SC (ઓબેરોન) @18ml/15Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડ1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી પ્રમાણે છાંટો.

તડતડિયા:લીલા તડતડીયા પાન માથી રસ ચૂસે છે. લીલા તડતડીયા ઓછા હોય તો કેતકીનો રસ @350ml/15Ltr પાણી મુજબ છાંટો. વધુ હોય તો ઈમીડાક્લોપ્રિડ (કાન્ફીડોર,ટાટામીડા) @3ml/10Ltr પાણી કે થાયોમેથોક્ઝામ (એક્તારા/અનંત)@4gm/10Ltr પાણી અથવા એસિફેટ50% + ઇમિડાક્લોપ્રીડે1.8SC (લાન્સરગોલ્ડ) @50gm/15Ltr પાણી અથવા ફ્લોકેમિડ (ઉલાલા) @6ml/15Ltr પાણી મુજબ છાંટો.


રોગ નિયંત્રણ

ભૂકીછારો: આ રોગમાં પાન પર સફેદ છારી જોવા મળે છે. આગોતરા નિયંત્રણ માટે પાન ઉપર ઝાકળ હોય ત્યારે ગંધકની ભૂકી @10kg/એકર મુજબ છાંટો. અસરકારક નિયંત્રણ માટે બાઇટરલેટોન25WP (બાયકોર) @30ગ્રામ/15 લિટર પાણી અથવા ક્લોરોથેલોનીલ (કવચ, ડેકોનીલ) @30ml/15Ltr પાણી અથવા ટેબૂકોનાઝોલ250EC (ફોલિકુર, ટોર્ક)@15ml/15Ltr પાણી અથવા કાર્બેંડાઝીમ12%+મેંકોઝેબ63WP (સાફ, કોમ્બીપ્લસ, ડેલમિક્સ) @30gm/15Ltr પાણી મુજબ છાંટો.

જીવાણુથી થતો પાન નો સુકારો:આ રોગમાં પાન પર પાણીપોચા ટપકા દેખાય છે. જે ઉપદ્રવ વધતાં બદામી થઈ જાય છે. રોગ જણાય તો સ્ટ્રેપ્ટોસાયકલીન @1gm + કોપરઓક્સિક્લોરાઈડ50WP (બ્લૂ કોપર, બ્લાઇટોક્ષ) @45gm/15ltr પાણી મુજબ છાંટો.

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ગુવાર સીડ ગુવાર ગમ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]