#01 Brahma Sutra in Gujarati || બ્રહ્મસૂત્ર સત્સંગ પ્રવચન ૦૧ || Acharya Mehulbhai
Автор: Gurukul Ganga (ગુરૂકુળ ગંગા)
Загружено: 2023-01-08
Просмотров: 723
Описание:
બ્રહ્મસૂત્રનાં પ્રસ્તુત વિડીયો સત્સંગ પ્રવચનમાં બ્રહ્મસૂત્રનાં સામાન્ય પરિચયની વાત કરવામાં આવી છે. તેમજ, વેદ અને વેદવ્યાસ વિશેની જ્ઞાનસભર માહિતી પ્રદાન કરવામાં આવેલ છે. જેનાં ટાઈમ સ્ટમ્પ નીચે મુજબ છે.
00:00 ગુરૂકુલ ઇન્ટ્રો ( gurukul intro )
00:05 મંત્ર ઉચ્ચારણ ( mantra uchharan )
00:52 બ્રહ્મસૂત્રનો પરિચય ( brahmasutra no parichay )
02:35 વેદની પૂર્વભૂમિકા ( ved ni purva bhumika )
13:15 વેદવ્યાસનો પરિચય ( vedvyas no parichay )
19:22 વેદવ્યાસનાં પિતા મહર્ષિ પરાશર વિશે ( vedvyas na pita maharshi parashar vishe )
21:21 વેદવ્યાસ ના મહાન કાર્યો ( vedvyas na mahan karyo )
26:40 વેદવ્યાસ દ્વારા બ્રહ્મસૂત્રની રચના ( vedvyas dwara brahmasutra ni rachna )
32:56 બ્રહ્મસૂત્રમાં ક્યા વિષયો છે ? ( brahamsutra ma kya vishayo chhe ? )
35:23 ગ્રંથનો સાર મેળવવા ની પદ્ધતિ ( granth Sar melavava ni paddhati )
39:27 વેદવ્યાસ પછીનાં આચાર્યો ( vedvyas pachi na acharyo )
43:07 વેદમાં ક્યાં 3 કાંડ આવે છે ? ( vedo ma kya 3 kand ave chhe ? )
48:15 એન્ડ સ્ક્રીન ( end screen )
================================================
પ્રવચનનો સારાંશ :
વેદ : લેખનની શરૂઆત તાડપત્ર પર વેદ લખવાથી થઈ. હાલ ઉપલબ્ધ લિખિત ગ્રંથોમાં ઋગ્વેદ સૌથી પ્રાચીન છે. મનુષ્ય જીવનની ગાઈડબુક એટલે વેદ. વેદ પહેલા શ્રુત પરંપરામાં ભણાવવામાં આવતા એટલે આને શ્રુતિ પણ કહેવાય. વેદમાં (કે અન્ય પ્રાચીન શાસ્ત્રોમાં) લેખકનું નામ લખાતું જ નથી કારણ કે લેખકે કઈં પ્રાપ્તિ માટે તે નથી લખ્યું બલ્કે કઇંક પ્રાપ્ત થઈ ગયું છે એટલે લખ્યું છે.
વેદવ્યાસ : પહેલા વેદ એક જ હતો. પરંતુ બાદરાયણ ઋષિ (વેદવ્યાસજી)એ તેમના ચાર શિષ્યો દ્વારા ચાર વિભાગ કર્યા. જ્ઞાનકાંડ, ઉપાસના કાંડ અને કર્મકાંડ એ ત્રણ વેદના વિષયો છે.
બ્રહ્મસૂત્ર : બ્રહ્મસૂત્ર એટલે બ્રહ્મ તરફની યાત્રા કરાવનાર સૂત્ર. તેમાં નાના-નાના 555 સૂત્રોમાં જગતભરની વિચારધારા અને જ્ઞાનનો સમાવેશ કરવામાં આવેલ છે. વેદના અભ્યાસ માટે આ સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. આના રચયિતા વેદ વ્યાસ ઋષિ છે. જાગૃત, જિજ્ઞાસું મુમુક્ષુ વ્યક્તિ આનો અધિકારી છે.
સત્સંગના મોતી :
ૐ) અર્થ ને શબ્દ આપવામાં આવે, શબ્દને અર્થ નહીં.
ૐ) આત્મ તત્વની ઓળખ એ જ મનુષ્ય જીવનની સાચી સફળતા અથવા સિધ્ધિ.
ૐ) ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ માટેનું પહેલું જ પગથિયું એટલે અંદરથી ઉઠેલો પ્રશ્ન. જ્ઞાનની યાત્રા બહારથી અંદર નહીં પરંતુ તે અંદારથી બહાર વહે છે. જ્ઞાન ગંગાનો પહેલો ઘાટ મુનિ વેદ વ્યાસ છે.
ૐ) આ જગતનું જ્ઞાન આધિભૌતિક જ્ઞાન કહેવાય, આ જગતથી પર જ્ઞાનને આધિદૈવિક જ્ઞાન કહેવાય અને ચેતના શક્તિને ઉપર લઈ જાય તેને આધ્યાત્મિક જ્ઞાન કહેવાય.
ૐ) પાત્રતા વગરની પ્રાપ્તિ અને સાધના વગરની સિધ્ધિ બંને ખતરનાક સાબિત થાય છે.
ૐ) 'મુક્તિ શુ છે?' - જે વ્યક્તિને આ જાણવાની ઈચ્છા હોય તેને મુમુક્ષુ કહેવાય.
ૐ) ઉપનિષદ, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ્ ભગવદ્દ ગીતા- આ ત્રણેય બ્રહ્મ સુધી પહોંચાડવાની પ્રસ્થાનત્રયી કહેવાય.
ૐ).ઉપનિષદો 250 છે જેમાંથી 108 મુખ્ય છે અને 11 પર આદિ શંકરાચાર્યએ ભાષ્યો લખ્યા છે.
ૐ) સૌપ્રથમ વેદ, પછી ઉપનિષદ, ત્યારપછી બ્રહ્મસૂત્ર અને પછી શ્રીમદ્ ભગવદ્દ ગીતાજી લખાયા છે.
ૐ) જો પ્રરાશર ઋષિના દસ સિધ્ધાંતો અપનાવવા માં આવે તો વિશ્વ શાંતિ ઘટિત થાય.
================================================
વક્તા શ્રી મેહુલભાઈ આચાર્ય વિશે :
શ્રી મેહુલભાઈ આચાર્ય ખુબ જ વિદ્વાન ગીતાચાર્ય અને તેજસ્વી વક્તા છે. તેઓ શ્રીએ સતત 13 વર્ષ સુધી કાશી-બનારસ ખાતે વેદ-શાસ્ત્રોનો ગહન અભ્યાસ કરેલ છે. આયુર્વેદ, સંસ્કૃત અને ન્યાયદર્શનમાં તેઓએ Ph.D. કરેલ છે.
પ્રખરજ્ઞાની ગુરુવર્ય શ્રી વિશ્વનાથ શાસ્ત્રી (દાતાર ગુરુજી)ના તેઓ અદકેરા શિષ્ય છે. જેમની પાસેથી તેમણે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા અને શ્રી બ્રહ્મસૂત્રની અનેક વ્યાખ્યાઓનો અને ભાષ્યોનો ઊંડો અભ્યાસ પ્રાપ્ત કરેલ છે.
હાલ તેઓ રાજકોટમાં પરંપરાગત વૈદિક આશ્રમ શૈલીનું "સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ" ચલાવે છે. ત્યાં શિષ્યોનાં માતા-પિતા પાસેથી યથાશક્તિ દક્ષિણા લઈને તેમના બાળકોને ઉત્કૃષ્ટ શિક્ષણ પ્રદાન કરવામાં આવે છે.
================================================
#01 Brahma Sutra in Gujarati || બ્રહ્મસૂત્ર સત્સંગ પ્રવચન ૦૧ || Acharya Mehulbhai
#brahmasutra #gurukul #swadhyay #satsang #swaminarayan #dadabhagwanfoundation #aksharmantra
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: