નડિયાદ : ખેડા જિલ્લા ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અને ખાદીને પ્રોત્સાહન કાર્યક્રમ.
Автор: Nadiad News Channel.
Загружено: 2025-10-02
Просмотров: 55
Описание:
તા.બીજી ઓક્ટોબર, ગાંધી જયંતિ પ્રસંગે નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલી અને ખાદીને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ સંપન્ન
નડિયાદ....તા.2 જી ઓક્ટોબર,મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ પ્રસંગે નડિયાદમાં ખેડા જિલ્લા ભાજપ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.તેની સાથે નડિયાદમાં આવેલા સહકારી ખાદી ભંડારમાંથી સામુહિક ખાદીખરીદીનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સરદાર પટેલ ભવન પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ,ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ,ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર,
ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાહનવીબેન વ્યાસ,જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો ,અપૂર્વભાઈ પટેલ,રાજેશભાઈ પટેલ ,મુકેશ ભાઈ પાટીલ વગેરેએ ઉપસ્થિત રહી સૂતરની આંટી અર્પણ કરી ગાંધીજી પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો હતો..સહુ કાર્યકરોએ ગાંધી બાપુ અમર રહોના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ખેડા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ લી. નડિયાદ મુકામે જિલ્લા ભાજપ દ્વારા ખાદીને પ્રોત્સાહન આપવા સામુહિક રીતે ખાદી ખરીદીનો કાર્યક્રમ યોજ્યો હતો.જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ દેવુસિંહ ચૌહાણે ખાદી ખરીદીને જણાવ્યું હતું કે ભાજપ સંગઠનના સહુ હોદ્દેદારો,કાર્યકરોએ અહીંથી ખાદી ખરીદીને ગાંધી બાપુ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખાદીને અપનાવવાના અભિગમને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કર્યો છે..દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશી ચીજ વસ્તુઓ ખરીદી આત્મનિર્ભર ભારત બનાવવાના સંકલ્પ તરફ આપણે સહુ આગળ વધીએ એવી વિચારધારાને પણ ખાદી ખરીદી કરી તેના ઉપયોગને બળ મળે તે માટે સહુને ખાદી ખરીદવા અપીલ પણ કરાઈ હતી. આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ,ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ,ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર મહિલા મોરચાના હોદ્દેદારો સહિત સહુ હોદ્દેદારો ,કાર્યકરોએ ઉપસ્થિત રહી ખાદી ખરીદી હતી.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: