ઉજાણી કાર્યક્રમ..
Автор: Pravin_Ratangadh_Official
Загружено: 2026-01-01
Просмотров: 508
Описание:
શ્રી આદર્શ પ્રાથમિક શાળા ડીસા ધોરણ ૪ ના બાળકોએ ઉજાણી કાર્યક્રમનો આનંદ માણ્યો.
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર મંડળ ડીસા સંચાલિત શ્રી આદર્શ પ્રાથમિક શાળા વિભાગ ૧ થી ૪ માંથી ધોરણ ચારના બાળકોએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા ખાતે તારીખ ૧/૧/૨૬ ગુરુવારના રોજ ઉજાણી કાર્યક્રમનો આનંદ માણ્યો હતો.
અભ્યાસના ભાગરૂપે બાળકો પ્રકૃતિ સાથે તાદાત્મ્યતા કેળવી શકે, ખેતરના વિવિધ પાક,ઓજારથી માહિતગાર થઈ શકે અને ઘરે બનાવેલ ભોજન પોતાના મિત્રો સાથે બેસીને જમવાનું એટલે કે એક દિવસીય "ઉજાણી કાર્યક્રમ" કરવાનું નક્કી કર્યું. આ કાર્યક્રમથી બાળકમાં સમૂહભાવના, શિસ્ત, નીડરતા, સ્વયં નિર્ણય લેતાં કેળવાય છે.
ઉજાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં દરેક બાળકો ફરજિયાત ઘરે બનાવેલ રસોઈ ટિફિનમાં, એ ટિફિન કાપડની થેલીમાં મૂકીને લાવ્યા હતા.
આજના કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કક્ષાએથી પણ સારો સહકાર મળ્યો હતો. સૌ બાળકોએ ખેતીના પાક, ખેતીના ઓજાર તથા ઘરેથી બનાવીને લાવેલ ભોજન સૌની સાથે બેસીને જમ્યા હતા. આજે બાળકો ઊંચ-નીચ, ગરીબ- અમીરનો ભેદભાવ ભૂલીને સમગ્ર દિવસ ખૂબ જ આનંદથી પસાર કર્યો હતો. ધોરણ ૪ના શિક્ષકો દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
અહેવાલ:પ્રવીણ (રતનગઢ)
#schoollife #education #nature #school #agriculture #deesa
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: