😱આટલી બધી સોનપરી આંબાની કલમો 🥭|| Mango grafting||Gujarat
Автор: pmsankhla_agriculture
Загружено: 2025-06-10
Просмотров: 453
Описание: ફળઝાડની ખેતી એ લાંબા ગાળાનું સાહસ છે. જે ફળઝાડ આજે રોપ્યાં હોય તે પોત પોતાની જાત પ્રમાણે ત્રણ–ચાર કે વધુ વર્ષે ફળ આપતા હોય છે. આ ઉપરાંત વ્યાપારી ધોરણે ફાયદાકારક ઉત્પાદન મળતાં તેથી પણ વધુ સમય લાગે છે. આ બધાં વર્ષો દરમ્યાન, આપણે તે છોડને પાણી, ખાતર, દવા અને માવજતો જેવી કે ગોડ, નીંદણ ઈત્યાદી પાછળ ખર્ચ કરતા રહેવું પડે છે. આમ વર્ષો સુધી ખર્ચ અને મહેનત કર્યા પછીથી જે તે છોડ ધાર્યા પ્રમાણે ઉત્પાદન અને ઈચ્છીત ગુણવાળાં ફળ ન આપે તો કરેલ ખર્ચ અને મહેનત નકામા જાય છે. વળી આવા ફળઝાડને એક વર્ષ પાક લીધા બાદ કાઢી નાખવામાં આવતા નથી. તે તો વર્ષો સુધી ઉત્પાદન આપ્યા જ કરે છે. એટલે ખરાબ ગુણવત્તાવાળા છોડ રોપાઈ ગયા હોય તો તેના પરિણામ લાંબા સમય સુધી ભોગવવા પડે છે. ફળઝાડની ખેતીમાં જે જાતની ખેતી કરવા માંગતા હોઈએ તે જાતની સો ટકા શુધ્ધતા જળવાઈ રહે તે માટે હંમેશા કલમોની એટલે કે વાનસ્પતિક પ્રસર્જનથી તૈયાર થયેલ છોડની જ રોપણી કરવી જોઈએ. આમ ફળઝાડની ખેતીમાં ખાત્રીલાયક નર્સરીમાંથી મેળવેલ કલમની રોપણીનો જ આગ્રહ રાખવો જોઈએ.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: