ગોંડલ નગરપાલિકાના (ભગવત ભૂમિ) આયોજીત સાંસ્કૃતિક લોકમેળો 2023 ભવ્ય લોકડાયરો રાત્રે ૯-૩૦ કલાકે.
Автор: BHAGVATBHUMI NEWS
Загружено: 2023-09-06
Просмотров: 22
Описание:
સાત દિવસ મેળો ચાલશે:ગોંડલનો 53 વર્ષથી થતો લોકમેળો પોરબંદર સાંસદના હસ્તે ખુલ્લો મુકાયો; લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા જેવા કાર્યક્રમો યોજાશે.
ગોંડલએક કલાક પેહલા
સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ સાતમ આઠમના તેહવારમાં આયોજતા મેળાની વાત જ અલગ અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો ગોંડલના કોલેજચોકમાં દર વર્ષે ભરાય છે. ત્યારે આજે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યના પ્રતિનિધી જ્યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, સંતો, મહંતોના હસ્તે લોક મેળો ખુલ્લો મુકાયો હતો. ગોંડલ નગરપાલિકા સંચાલિત સાંસ્કૃતિક લોકમેળાનું દીપ પ્રાગટય કરીને રીબીન કાપી મેળો ખુલ્લો મુકાયો હતો.
ગોંડલ લોકમેળામાં મેળા કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં ઓમદેવસિંહ જાડેજા, ચંદુભાઈ ડાભી, નિલેશભાઈ કાપડિયા, સંજીવકુમાર ઘીણોજા, જીગ્નેશભાઈ ઠૂંમર, અશ્વિન રૈયાણી સહિતના મેળા કમિટીના સભ્યો છે. ગોંડલમાં 7 દિવસનો લોકમેળો યોજાશે. લોક મેળામાં 7 દિવસ દરમિયાન લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિતના કાર્યક્રમો યોજાશે.
ગોંડલના કોલેજચોકમાં ભરાતા મેળા વિશે નગરપાલિકાના ટેક્સ ડિપાર્ટમેન્ટના હરેશભાઇ બોરીસાગરએ જણાવ્યું હતું કે, આ મેળો 1970થી યોજાઈ છે અને 2023માં એટલે કે આ વર્ષે તેને 53 વર્ષ પુરા થાય થશે. આગામી 5 થી 11 સુધી સાત દિવસ મેળો ચાલશે અને અંદાજ મુજબ રોજના 30 હજારથી વધુ લોકો મેળાની મજા માળવા આવશે.
સાત દિવસ દરમ્યાન 2.5 લાખ થી વધુ લોકો લોકમેળાની મજા માળશે તેવો અંદાજ છે. ત્યારે અંદાજે પાંચ એકરમાં મેળો યોજાયો છે. જેમાં વિવિધ રાઇડ્સ અને સ્ટોલસ ઉભા કરવામાં આવ્યા છે. મેળામાં એક વિશાળ 40×30 નો સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યું છે. સાત દિવસ દરમ્યાન સ્ટેજ પર ધાર્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જન્માષ્ટમીના દિવસે રાત્રીના 12 વાગ્યે મટકી ફોડનો કાર્યક્રમ પણ યોજાશે.
ટોરા ટોરા, ચાર બ્રેક ડાન્સ, 3 કોલંબસ (નાવડી), 2 મોટા ઝુલા (ફઝર ફાલકા), મોતનો કૂવો, સલામ્બો, ડ્રેગન ટ્રેન, ક્રોસ વ્હીલ ચકેરડી સહિત નાના બાળકો માટે 25થી વધુ રાઈડ્સ, જમ્પિંગ, તેમજ અવનવી રાઈડ્સો મેળામાં આકર્ષણ જમાવશે. સાથે મેળામાં 100થી વધુ ખાણી પીણી, રમકડાં, ઠંડા પીણાં, આઈસ્ક્રીમના સ્ટોલ હશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: