શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સંદર્ભે તાપીમાં પ્રેસ કોન્ફરેન્સ યોજાઇ | TV TIMES NEWS NETWORK
Автор: TV Times News Network
Загружено: 2021-01-06
Просмотров: 66
Описание:
વિશ્વ હિન્દુ પરિષદ તથા શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર જણાવે છે કે ઈ.સ 1528 માં બાબર નામના આક્રાંતાએ ભારત પર આક્રમણ કરી અયોધ્યા સ્થિત મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મસ્થળ પરના મંદિરને તોડી નાખ્યું હતું . હિન્દુ સમાજે પોતાનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા 7 વખત લડાઈ લડી હતી. ઈ.સ .1992 ની 6 ડિસેમ્બરે અયોધ્યા સ્થિત વિવાદિત ઢાંચાને તોડી પાડી કારસેવકોએ કાચું મંદિર બનાવ્યું હતું . આ અંગે જિલ્લા ન્યાયાલય, ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયમાં તબક્કાવાર કેસ ચાલી ગયા બાદ શ્રી રામ લલ્લા બિરાજમાનનો વિજય થયો છે. શ્રી રામ જન્મસ્થળે જયારે મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે આ મંદિર એક સાધારણ મંદિર ન બની રહેતા વિશ્વનું અજોડ મંદિર બનવાનું છે.
આ મંદિર બની રહ્યું છે ત્યારે દેશભરમાં 4.50 લાખ ગામોમાં 60-65 કરોડ લોકો સુધી સંપર્ક અભિયાન થનાર છે. આ અભિયાનમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના 7228 થી વધુ ગામોના 40 લાખ હિન્દુ પરિવારોને શ્રી રામજન્મભૂમિ મંદિર નિર્માણ કાર્ય સાથે જોડાશે. આ અભિયાન દરમિયાન 10, 100, 1000 રુપિયા કે તેથી વધુ નિધિ સમર્પણ માટે રામભક્તોને આહવાહન કરવામાં આવશે .
આ અભિયાન અંતર્ગત વ્યારા જિલ્લા તથા સુરત જીલ્લાનાં માંડવી અને ઉમરપાડા સહિતના કુલ 9 તાલુકા અને 3 નગર ના 748 ગામ તેમજ 10 લાખ પરિવારમાં 1.60 લાખ લોકોનો સંપર્ક કરી મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ લેવામાં આવશે. આ અભિયાન તારીખ 14 જાન્યુઆરી થી 27 ફેબ્રુઆરી 2021 સુધી ચાલવાનું છે.
વિશ્વના આ સૌથી મોટા અભિયાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે સૌ પત્રકાર જગતના બંધુઓને હાર્દિક અપીલ કરીએ છીએ. આ પ્રસંગે દ.ગુજ. વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી, ગુજ.પ્રાંત અભિયાન પ્રમુખ વિક્રમસિંહ ભાટી, તાપી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ, જિલ્લાનાં અભિયાન પ્રમુખ રાકેશભાઈ ગામીત, અભિયાનના જિલ્લાના સહ પ્રમુખ, વ્યારા નગર સંઘ ચાલક મહાવીર જૈન દ્વારા પ્રેસ સમક્ષ વાર્તાલાભ કરી પોતાના વિચારો રજૂ કર્યા હતા.
#TTNN #tvtimesnewsnetwork #tapinews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: