Butbhavani Maa Ni Aarti | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |
Автор: Meshwa Lyrical
Загружено: 2022-10-11
Просмотров: 163880
Описание:
@meshwaLyrical
Presenting :Butbhavani Ni Aarti | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |
#butbhavani #aarti #lyrical
Audio Song : Butbhavani Ni Aarti
Singer : Ruchita Prajapati
Lyrics : Rajesh Chauhan
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Aarti
Deity : Butbhavani
Festival : Navratri
Label :Meshwa Electronics
ૐ જય બુટભવાની માં, ૐ જય બુટભવાની માં
અપાર મહિમા તારો, તું સુખ ની દાતાર
ૐ જય બુટભવાની માં
અરણેજ ધામ રૂપાળુ તારુ, મંગલકારી તારું રૂપ
માં મંગલકારી તારું રૂપ
કુંતલપુર ના ટોડલા વાળી, લાગો છો અનુપ
ૐ જય બુટભવાની માં
શુભ ચોઘડિયા ગાજે દ્વારે, વાગતા છત્રીસ વાજા
માં વાગતા છત્રીસ વાજા
સેવા ભક્તિ નિત્ય કરતા, તન મન રહે સાજા
ૐ જય બુટભવાની માં
રાફડા માં બેઠી માં તું જાગતી, જાર માં જોરાળી
માં જાર માં જોરાળી
જીવન કેડી કંડારજે, બુટ માં હેતાળી
ૐ જય બુટભવાની માં
મધદરિયે થી ઉગારી માડી, ભવ સાગર તારો
માં ભવ સાગર તારો
માયા બંધન કાપી, ચરણે માં સ્થાપો
ૐ જય બુટભવાની માં
ચિંતન તારું ચમત્કારી માં, મંથન મંગલકારી
માં મંથન મંગલકારી
ભક્તો ની માં ભયહારી, નામ તારુ સુખાકારી
ૐ જય બુટભવાની માં
કરુણાકારી તું છે માડી, બુટભવાની દેવી
માં બુટભવાની દેવી
અરજ કરું પાય લાગી, અંતર વાત કેવી
ૐ જય બુટભવાની માં
છોરુ તારો સાદ કરે માં, પોકાર સુણો મારો
માં પોકાર સુણો મારો
ભાળ માં લેજો અમારી, આશરો એક તારો
ૐ જય બુટભવાની માં
મંગલ દિવડા ની આરતી થાતી, શોભા બહુ સારી
માં શોભા બહુ સારી
બુટભવાની તારા ચરણે, ગાતા નર નારી
ૐ જય બુટભવાની માં
દિનદયાળુ તું છે માતા, સૌ ની સુખદાતા
માં સૌ ની સુખદાતા
ચતુરભુજ રૂપ તમારુ, સિંહે સવારી થાતા
ૐ જય બુટભવાની માં
આરતી તમારી બુટભવાની માં, જે કોઈ ગાશે
માં જે કોઈ ગાશે
સુખ સંપત્તિ વૈભવ મળશે, ભાવ સાગર તરશે
ૐ જય બુટભવાની માં
ૐ જય બુટભવાની માં, ૐ જય બુટભવાની માં
અપાર મહિમા તારો, તું સુખ ની દાતાર
ૐ જય બુટભવાની માં
ૐ જય બુટભવાની માં
ૐ જય બુટભવાની માં
ૐ જય બુટભવાની માં
ૐ જય બુટભવાની માં
બોલીએ બુટભવાની માત ની જય
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: