ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ્લ દારૂબંધી કાગળ પર, કદવાલ માં મહિલાની પોલીસને રજૂઆત
Автор: Deep bhaskar Live
Загружено: 2022-10-14
Просмотров: 1984
Описание: " ગાંધી ના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની રેલમછેલ્લ દારૂબંધી ના નામે ચાલતો વેપાર. " "૪૨ ગામોના ગઢ ગણાતા કદવાલ ગામમા મોટી સંખ્યા મહિલાઓ સુત્રોચાર કરી રેલી કાઢી પોલીસ સ્ટેશન મા અરજી આપી." છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કડવાલ ગામે આજરોજ મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈને ગામમાં સુત્રોચાર સાથે રેલી કાઢીને કદવાલ પોલીસ સ્ટેશન જઈ અરજી આપી હતી. કદવાલ ગામ એ ૪૨ ગામના ગઢ ગણાતા એવા ગામમાં અને તેની આસપાસ ઠેર ઠેર દારૂના અડાઓ ચાલી રહ્યા છે. અને બિલાડી ની ટોપ જેમ નવા બુટલેગરો નવી જગ્યાઓ પર અડા ચલાવી રહ્યા છે. તે દુષણ તેમજ પોતાના પરિવાર ના લોકોનો જીવ ના જોખમાય તેવા હેતુથી મહિલાઓ મોટી સંખ્યામાં ભેગી થઇ અરજી આપવા આજરોજ સરપંચ શ્રી ને સાથે રાખી અરજી આપી હતી. કદવાલ સરપંચ શ્રી રુજલીબેન જામસીંગભાઇ રાઠવા જેઓ આ મહિલાઓ સાથે રહી તેઓને સહકાર આપ્યો હતો. તેમજ સરપંચ શ્રી જણાવ્યું હતું કે, આ દારૂના દુષણ થી ઘણી મહિલાઓ વિધવા થઈ છે તેમજ ઘણા બાળકોએ પોતાના પિતાને ગુમાવ્યા છે. અને ઘણી મહિલાઓ ફરિયાદ કરે છે કે તેઓના પતિ તેઓને મારઝૂડ કરી રહ્યા હોય છે. અને આ દુષણ થી બચવા માટે અન્ય કોઈ વિકલ્પ ના રહેવાથી આ દુષણ જેવા કે દારૂ ના અડાઓ બંધ કરાવી મહિલાઓ ને ત્રાસ ભોગવવા નો વારો ના આવે. તેમજ આ દારૂ ના અડાઓ સંપૂર્ણપણે બંધ કરવાની માંગણી કરી રહ્યા છે. ગુજરાત મા દારૂબંધી હોવા છતાં બુટલેગરો આ વેપાર કઈ રીતે કરે છે. એ મૂંઝવતો પ્રશ્ન છે. આ રીતે ગુજરાતમા દારૂબંધી ના ધજાગરા ઉડી રહ્યા છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: