સર્વાંગી શિક્ષણ : સૂર્ય નમસ્કાર SURYA NAMASKAR GIET
Автор: GIET
Загружено: 2021-09-17
Просмотров: 12512
Описание:
વ્હાલા મિત્રો,
GIET પ્રસ્તુત કરી રહ્યું છે : 'સર્વાંગી શિક્ષણ : સૂર્ય નમસ્કાર'
આસનોના સમૂહથી બનેલા સૂર્ય નમસ્કાર વિશે ઋગવેદમાં કહ્યું છે કે સૂર્ય વિશ્વનો આત્મા છે. પૃથ્વી પરનું જીવન સૂર્યના કારણે છે. એ સૂર્યનું સ્મરણ કરી સૂર્યોદયની વેળાએ મંત્ર સાથે સૂર્ય નમસ્કાર કરવા એ સૂર્યની ઉપાસના જ છે.
સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના તમામ અંગોને યાંગિક વ્યાયામ મળે છે. આસનોના જે ફાયદા મળે છે તે તમામ ફાયદા સૂર્ય નમસ્કારથી મળે છે.
શિક્ષણનો મૂળ હેતુ બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં શારીરિક,માનસિક,સામાજિક અને સંવેદનાત્મક એમ તમામ પાસાંઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારનો વિકાસ માત્ર પાઠ્ય પુસ્તકોના અભ્યાસથી નથી થતો પરંતુ સાથે સાથે યોગ,રમતગમત,સંગીત,ચિત્ર વગેરે વિષયો પણ એટલાં જ મહત્વના છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિષયોનો સમાવેશ કરી ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. GIET પોતાના ખજાનામાંથી શોધીને ખાસ આપના માટે આ વિષયો પર આધારિત શ્રેણી 'સર્વાંગી શિક્ષણ ' લઈને આવી રહ્યું છે.
આશા છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમો ઉપયોગી થશે અને બાળકોના સર્વાંગી વિકાસમાં GIET કંઈક અંશે મદદરૂપ થઈ શકશે.
આપ સૌ મિત્રો આપના વિદ્યાર્થીઓના ગ્રુપ માં જરૂર share કરશો. GIET આપને માટે જ છે તો આપણી ચેનલને subscribe કરો અને વધુમાં વધુ બાળકો,શિક્ષકો અને વાલીઓને share કરો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: