Tame Tari Gaya | Saiyam Song | Sheth Parivar | Jatin Bid
Автор: Jatin Bid
Загружено: 2023-06-23
Просмотров: 119372
Описание:
અમારા વ્હાલસોયા ત્રણ વિરલા,
પ્રભુના પંચમ પદે બિરાજમાન છે..
માતુશ્રી રંજનબેન ભરતભાઈ શેઠ પરિવાર
પ્રસ્તુત કરે છે..
તેમના સંયમ જીવનની ઉત્તમતા, દર્શાવતું પદ..
તેમના સંયમ જીવન સાથે, સ્વને સરખાવતું પદ..
તેમના સંયમ જીવનને, નમન કરતું પદ..
"તમે તરી ગયા.."
...................................................
Lyrics & Voice:
Jatin Bid
Music:
Hardik Pasad
...................................................
સંસારના સંબંધો, સહેજે છૂટી ગયા
તમે તરી ગયા ને, અમે રહી ગયા
અણસાર પણ હતી ના, ના કોઈ ખબર હતી,
કલ્યાણની કેડી પર, ચડ્યા'તા ક્યારથી ?
શુભ કલ્પ કેરી ધુનમાં, તમે રમી ગયા,
યશ કીર્તિ અમારી તમને, લોભાવી ના શક્યા,
ચાલી ગયા તમે ને અમે ઊભા રહ્યા..સંસારના..
એ વસવસો હૃદયમાં, અમને છે ત્યારથી,
છેલ્લી વિદાય આપની, દીઠી'તી જ્યારથી,
વાઘા અસારતાના પલમાં ખરી ગયા,
સાધક તો સાધનાના, પંથે ડગ ભરી ગયા,
યાદો રહી ગયી, ને આંસુ વહી ગયા..સંસારના..
ખોબે ટકે ના પાણી, તેમ આયખું ખૂટે,
છતાં પણ મોહરાયનો, કેમેય ન જ્વર તૂટે,
સંસારમાં સમયને અમે વેડફી રહ્યા,
સંયમથી એ સમયને તમે ઝીલી રહ્યા,
હારી ગયા અમે, ને તમે જીતી ગયા..સંસારના..
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: