રામ મોરી Raam Mori
Автор: અક્ષર આરાધના
Загружено: 2025-03-12
Просмотров: 1823
Описание: રામ મોરીનું નામ ગુજરાતી સાહિત્યના આંગણે છેલ્લા દાયકાથી કે એથીય વધારે સમયથી ગુંજતું થયું છે. એમણે પચીસી વટાવી તે પહેલાં તો એમની ઓળખ એક લેખક તરીકે પ્રસ્થાપિત થઈ ગયેલી. ૨૦૧૬માં એમનો વાર્તાસંગ્રહ 'મહોતું' આવ્યો જેને પછીના વર્ષે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા પુરસ્કાર સાંપડ્યો. ત્યાર પછી આવ્યો વાર્તાસંગ્રહ 'કોફી સ્ટોરીઝ' અને પછી 'કન્ફેશન બોક્સ'. તાજેતરમાં એમનું ચોથું પુસ્તક, એમની પહેલી નવલકથા 'સત્યભામા' પ્રગટ થઈ. એમને અનેક એવોર્ડ પ્રાપ્ત થતા આવ્યા છે- વિદ્યાગુરુ ફાઉન્ડેશનનો નાનાભાઈ જેબલિયા સ્મૃતિ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ તેમજ કોલકતાની ભારતીય ભાષા પરિષદનો પુરસ્કાર વગેરે. એમની કલમ ફિલ્મ માટે પણ ચાલી અને પછી આવ્યું 'રાજાધિરાજ' મ્યુઝિકલ. એમની સાથે એમના લેખન ઉપરાંત એમના બાળપણ, ઉછેર અને અન્ય અનેક મુદ્દાઓને આવરી લેતો સહજ અને તાજગીભર્યો સંવાદ.....
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: