તલમાં એવું શું વિશેષ છે એના માટે ખાસ એકાદશી નું વ્રત અને દાન શાસ્ત્રોમાં આપ્યું છે ?
Автор: Shreenathji Gatha
Загружено: 2026-01-10
Просмотров: 6267
Описание: #shattilaekadashi2026#ષટતિલાએકાદશી છે આ દિવસે તલથી ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરવામાં આવે છે અને તલનું જ નૈવેદ્ય ધરાવવામાં આવે છે. આ દિવસે તલનો 6 પ્રકારે ઉપયોગ કરવામાં આવે છે, એટલે તેને ષટ્તિલા એકાદશી કહેવામાં આવે છે. તલને હવિષ્ય અનાજ એટલે હવનમાં ઉપયોગ થતું દેવતાઓનું અનાજ કહેવામાં આવે છે. તે સૃષ્ટિનું પહેલું અનાજ પણ છે. એટલે આ વ્રત ખાસ માનવામાં આવે છે. જે આ વખતે આ વ્રત 18 જાન્યુઆરી, બુધવારના રોજ રાખવામાં આવશે.છ પ્રકારે તલનો ઉપયોગતલના તેલથી શરીરની માલિશ કરવામાં આવે છે.પાણીમાં તલ નાખીને નાહવામાં આવે છે.તલ મિક્સ કરેલું પાણી પીવામાં આવે છે.તલથી બનેલી મીઠાઈ ખાવામાં આવે છે.તલથી હવનમાં આહુતિઓ આપવામાં આવે છે.માત્ર તલ અથવા તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે.વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી પંચાંગ નાં વર્ષ નાં તૃતીય માસ પોષની વદ અગિયારસને ષટતિલા એકાદશી કહેવાય છે. જેનો મહિમા ગભસ્તી ઋષિ એ દાલભ્ય ઋષિ ને કહ્યો છે, જેની કથા એક પવિત્ર બ્રાહ્મણ સ્ત્રીને અનુલક્ષીને કહેવામા આવી છે જે પુરાણોમાં પણ વાંચવા મળે છે.આ એકાદશી ના દિવસે તલ નું ખૂબ જ મહત્વ છે જેથી આ દિવસે તલ નું દાન કરવું જોઈએ તેમજ સ્નાન અને ભોજન મા પણ તલ નો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. ષટ્તિલા એકાદશીએ પાણીમાં તલ મિક્સ કરીને સ્નાન કરવું, તલનું ઉબટન લગાવવું, તલ મિક્સ કરીને પાણી પીવું અને તલ ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. ઠંડીના કારણે થતી બીમારીઓથી પણ બચી શકાય છે. ઉબટન અને તલના પાણીથી સ્નાન કરવાથી ત્વચા સારી રહે છે. તલનું દાન અને તેનાથી હવન કરવાનું ખાસ મહત્ત્વ છે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: