ડાંગરના પાકમાં ઈયળ વર્ગની જીવાતનું નિયંત્રણ | Management for Insect of Caterpillar Class in Paddy
Автор: RFInformationServices
Загружено: 2023-09-22
Просмотров: 376
Описание:
@RFInformationServices
ડાંગરના પાકમાં ઈયળ વર્ગની જીવાતનું નિયંત્રણ | Management for Insect of Caterpillar Class in Paddy Crop
ડાંગરના પાકમાં ઈયળ વર્ગની જીવાતનું નિયંત્રણ --
ડાંગરના પાકમાં ઈયળના નિયંત્રણ ની વાત કરીએ તો સૌ પ્રથમ ડાંગરની મુખ્ય જીવાત એ ગાભમારાની ઈયળ છે. કોઈપણ ઈયળની મુખ્ય ચાર અવસ્થાઓ હોય જેમ કે ઈંડા, ઈયળ, કોશેટા અને છેલ્લે એ ફૂદું બને. ગાભમારાની ઈયળ ના ઈંડા ડાંગરના છેક ટોચના ભાગે હોય છે એટલે જયારે ડાંગરની ફેર રોપણી કરવાની હોય ત્યારે ડાંગરના ધરૂનો ટોચનો ભાગ કાપીને એને વાવવાની ભલામણ કરેલ છે. તેનાથી ટોચના ભાગ પરના ઈંડા નાશ પામશે. એટલે ખેડૂતો જયારે ફેર રોપણી કરતી વખતે સાથે થેલી રાખવી અથવા તેને કાદવમાં દબાવી શકો છો. આ થઇ શરૂઆત ના તબક્કાની વાત. આ ઉપરાંત ગાભમારાની ઈયળ માટે ફેરોમેન ટ્રેપ પણ હોય છે. ફેરોમેન ટ્રેપ ૧ હેક્ટરે ૩૫ થી ૪૦ ઈયળના નિયંત્રણ માટે લગાવવાની ભલામણ છે જયારે જો તમારે ફક્ત મોજણી કરવી હોય તો ૧ હેક્ટરે ૫ થી ૬ ટ્રેપ લગાવીને મોજણી કરી શકો છો. સંકલિત જીવાત નિયંત્રણમાં ડાંગરમાં પાન વાળનારી ઈયળો ખાસ કરીને પાનનું ભૂંગળું બનાવીને ખાય છે જ્યાંથી પાણી નીકળતું હોય એવા ક્યારામાં ભૂંગળું બનાવીને રહેતી હોય તેના માટે આપણે આપણા ખેતરમાં દોરી ફેરવી દેવાથી ટોચ પર રહેલી ઈયળો નીચે પડી જશે અને પાણીમાં તેનો નાશ થઇ જશે. હવે ડાંગર અને શેરડી આ બને પાકો નાઇટ્રોજન વાળા ખાતર એટલે કે યુરિયા અને ડાઈ છે જે યુનિવર્સીટી ની ભલામણ મુજબ જ વાપરવા જોઈએ જો વધારે પડતા નાઇટ્રોજન વાળા ખાતર વાપરીએ તો રોગ અને જીવાતની સમસ્યા આપણા ડાંગરના પાકમાં વધી શકે છે. હવે પ્રાકૃતિક અને ઓર્ગનિક નિયંત્રણ ની વાત કરીએ. કોઈપણ ઈયળ હોય તો પ્રાકૃતિક ખેતીમાં આપણે અગ્નીઅસ્ત્ર બનાવવું જોઈએ. આપણે ઘરે જેમ ચા બનાવીએ તેમજ અગ્નીઅસ્ત્ર બનાવવાનું હોય છે. આ માટે તમારે એક મોટું તપેલું લેવું અને તેમાં ૧૫ થી ૨૦ લીટર દેશી ગાયનું ગૌમૂત્ર લેવું આમાં ૫ કિલો લીમડાના પાન, ૧ કિલો નફ્ફટીયાના પાન, ૫૦૦ ગ્રામ તીખા મરચા અને ૫૦૦ ગ્રામ લસણ આટલી વસ્તુ તમારે વાટી નાખવાની અને તેને ગૌમૂત્રમાં ભેળવી દેવાનું અને ત્યારબાદ તેને ઉકાળવા મૂકી દેવાનું. જેમ ચા માં ઉકાળા આવે તેમજ આમાં પાન એક ઉકાળો આવે એટલે હલાવી દેવાનું એવી રીતે ૫ ઉકાળા આવે એટલે દરેક ઉકળાએ તમારે તેને હલાવી દેવું. આ રોતે ૫ ઉકાળા પછી તમારું અગ્નીઅસ્ત્ર તૈયાર થઇ જશે. તમારે તેને વાપરવાનું કેવી રીતે તે માટે જો તમારી પાસે ૧૫ લિટરનો પમ્પ હોય તો તેમાં ૩૦૦ થી ૪૦૦ મિલી, અથવા જો તમારી પાસે ૧૦૦ લિટરનું પીપ હોય તો તેમાં ૬ થી ૮ લીટર અગ્નીઅસ્ત્ર મિક્સ કરીને તેને વાપરી શકો છો. આ કોઈપણ પાકમાં ઈયળ વર્ગની જીવાત માટેની દવા છે. જો તમારે આ અગ્નીઅસ્ત્ર ના બનાવવું હોય તો બજારમાં લીમડાના તેલની દવા જેને આપણે ટેક્નિકલ ભાષામાં એઝાડિરેકટીન કહીએ છે તેને ૧૫ લિટરના પમ્પમાં ૪૦ મિલી લઇ તેનો છંટકાવ કરી શકો. પણ જો તમે ઓર્ગનિક દવા વાપરો છો ધીમે ધીમે તેની અસર ઘટતી જાય છે તેથી દર ૧૫ દિવસે તમારે આ દવાનો બીજો ડોઝ મારવો જરૂરી છે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: