Ranchhod Bavni | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |
Автор: Meshwa Lyrical
Загружено: 2022-01-22
Просмотров: 3848530
Описание:
@meshwaLyrical
Presenting : Ranchhod Bavni | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Bavani |
#ranchhod #bavani #lyrical
Album :Ranchhod Bavni
Singer : Ruchita Prajapati
Music : Jayesh Sadhu
Lyrics : Traditional
Temple : Dakor, Dwarka,
Festival : Holi
Label : Meshwa Electronics
રણછોડ તો રંગીલો નાથ, વિશ્વ સકળ ને તારો સાથ.
ભૂમિ કેરો હરવા ભાર, જગમાં પ્રગટ્યો વારંવાર.
જન્મ ધર્યો તે કારાગાર, જગતમાં કરવા ચમત્કાર.
કંસરાયને થાયે જાણ, તેથી કીધું તરત પ્રયાણ.
ગોકુળમાં જઈ કીધો વાસ, નંદ જશોદાજીની પાસ.
વર્ણન કરતા ના આવે પાર, એવી તારી લીલા અપાર,
ગોવાળોની સાથે જાય, ગાય ચરાવી રાજી થાય.
છાનો ગોરસ લૂંટી ખાય, પકડાતામાં છટકી જાય.
ગોપીકાના ચોર્યા ચિત્ત, સૌના ઉપર સરખી પ્રીત.
બંસી કેરો સુર મધુર, સુણનારા થાયે ચકચૂર.
શરદ પૂનમની આવે રાત, સૌના હૈયે થાય પ્રભાત.
વ્રજવનિતા છોડે આવાસ, દોડી આવે રમવા રાસ.
તારલિયા ચમકે આકાશ, ચાંદલિયાનો પૂર્ણ પ્રકાશ.
દાનવ કેરો જ્યાં જ્યાં ત્રાસ, પળમાં જઈને કીધો નાશ
પટકી માર્યો મામો કંસ, રહ્યો ન જગમાં તેનો વંશ
કૌરવોને કીધા તંગ, પાંડવોને રાખી સંગ.
અર્જુનને તે કીધો બોધ, જ્ઞાનામૃતનો વરસ્યો ધોધ.
યુદ્ધ જીતીને કીધી દોડ, નામ પડ્યું તેથી રણછોડ.
દ્વારિકામાં કીધો વાસ, ધર્મ રાજા ફરકે ચોપાસ.
ગુજરાતે એક ડાકોર ગામ, ભક્ત થયો બોડાણો નામ.
પત્ની જેની ગંગાબાઈ, તે પણ ભક્તિમાં રંગાઈ.
હરતાં ફરતાં ગાયે ગાન, મેળવવા ચાહે ભગવાન.
તેવામાં એક આવ્યો સંઘ, રેલાયો ભક્તિનો રંગ.
યાત્રાળુઓ દ્રારિકા જાય, બોડાણો તેમાં જોડાય.
ગોમતીજીમાં કીધું સ્નાન, ભાવે નીરખ્યા શ્રી ભગવાન.
છ માસે આવીશ હું ધામ, ટેક એવી લીધી નિષ્કામ.
તુલસી વાવી કાયમ જાય,પ્રભુને અર્પી રાજી થાય
સહન કરે એ કષ્ટ અમાપ, ભલે પડે ઠંડી કે તાપ.
વૃધ્ધ થયો પણ હૈયે હામ, અવિચળ શ્રદ્ધા આઠો જામ.
સિત્તેર વર્ષ વીત્યાં છે એમ, ત્યારે પણ પૂરણ થઇ છે નેમ.
બોડાણો જીત્યો છે દાવ, પ્રભુના હૈયે પ્રગટ્યો ભાવ.
હવે લાવજે ગાડું સાથ, બોલ્યો વિશ્વ સકળનો નાથ.
ખડખડતી લીધી છે વેલ, વૃધ્ધ થયેલ જોડ્યા બેલ.
ગંગાબાઈએ દીધી વિદાય, બોડાણો હરખાતો જાય
બોડાણા રાતો રાત, મૂક્યા દ્રારિકાની વાટ.
દર્શન કરતા કહે છે નાથ,ગાડું લાવ્યો છું હું સાથ.
ગુગળીઓ મનમાં વ્હેમાય, ભક્ત પ્રભુને ના લઈ જાય.
માર્યા તાળાં મજબૂત દ્રાર, રાત પડી ને વાગ્યા બાર.
વાલો નીકળી નાઠો બાર, વેલ તરત કરી તૈયાર.
ગાડું હાંકે જગદાધાર, કહો પછી શું લાગે વાર.
ઉમરેઠ પકડી લીમડા ડાળ, મીઠી થઇ ગઈ તે તત્કાળ.
વ્હાણું વાયું વીતી રાત, ડાકોર માંહે થયું પ્રભાત.
ગંગાબાઈએ નીરખ્યા નાથ, ઉર ઉમળકે જોડ્યા હાથ.
ડાકોર વરત્યો જય જયકાર, દ્વારીકામાં હાહાકાર.
દ્વારિકાના રાજાની સાથ, ગુગળી લેવા આવ્યા નાથ.
ભગત સામે લેવા જાય, માર્યો ભાલો મૃત્યુ થાય.
ભાવિકોનાં દિલ દુઃખાય, બદલો લેવા સામ થાય.
ગંગાબાઈએ ધીરજ ધરી, વહાલમજીએ વિપત્ત હરી.
ગૂગળી સોનું લેવા ધાય, વહાલો વાળીએ તોળાય.
રીઝ્યો વિશ્વ સકળ કળનો ભૂપ, મનસુખરામનું લીધું રૂપ.
સંત પુનિતને દીધી હામ, પૂરણ કીધાં સઘળાં કામ.
રામભક્ત જે કરશે પાઠ, નાથ ઝાલશે તેનો હાથ.
પૂર્ણિમાએ પ્રેમથી ડાકોર દર્શન જાય
રામભક્ત તે પુનિત બને કારજ સઘળાં થાય
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: