સત્ય પ્રસંગ "ચોર નું જીવન પરિવર્તન" Pramukh Swami Maharaj Divy Darshan in PSM Nagar
Автор: Moje Mojdi મોજે મોજડી
Загружено: 2022-12-21
Просмотров: 63074
Описание:
આ એક રિયલ પ્રસંગ જોવી આપને એટલે તમે પણ કહેશો કે ના પ્રમુખસ્વામી મહારાજ હજી જીવે જ છે.
પ્રસંગ છે તારીખ- ૧૯ ડિસેમ્બર 2022 નાં દિવસે પ્રમુખ સ્વામી નગર માં સલામતી વિભાગ માં સેવા આપતાં ગોંડલ ઝોન. નાં જેતપુર ક્ષેત્ર ના શારદાબેન સાવલિયા ( અહીં વ્યક્તિના નામ બદલેલ છે) જે એક નિરીક્ષક છે
તે શારદાબેન પોતે જણાવે છે કે મારે તારીખ ૧૯ ડિસેમ્બર 2022 નાં દિવસે પ્રમુખ સ્વામી નગર સલામતી માં ગેઇટ નંબર. 2 પાસે આવેલી પ્રેમવતી પાસે સેવા હતી. એ દરમિયાન ત્યાં એક ગાડું છે. ત્યાં પાળી પર ચાર ભાઈઓ બેઠા હતા. તો મેં તેમની પાસે જઈ કહ્યુ "જય સ્વામિનારાયણ" ભાઈ અહીં ન બેસો કારણ કે આ બેસવાની જગ્યા નથી તો એ લોકો થોડી વાર સામુ જોતા રહ્યા અને તેઓ ઊભા થયા નહિ. તો હું મારી જગ્યાએ પાછી જતી હતી અને થોડીક દૂર પોહચી .ત્યાં તેમાંથી એક યુવક દોડી ને મારી પાછળ આવી કહે દીદી "જય સ્વામિનાાયણ " તમે અમારી સાથે વાત કરી પાછા ફર્યા . તો તમારી પીઠ પાછળ અમને "પ્રમુખસ્વામીના "દર્શન થયા ને અમને કંપારી છૂટી ગઈ. અને ખરેખર તે આકુલ વ્યાકુળ હતો અને કહેશે કે અમે તો અહીં મોબાઈલ, લોકો ના પાકીટ અને વસ્તુઓ ની ચોરી કરવા જ આવ્યા હતા . પણ અમે હવેથી ચોરી નહીં કરીએ. મેં તેમને પાણી લઈ નિયમ લેવા કહ્યું . તો તેમણે મને કહ્યું તમે પાણી આપો. પણ સ્ત્રી પુરુષની મર્યાદા પ્રમાણે મે તેમને પાણીના પરબમાંથી પાણી લઈ આવવા કહ્યું . અને એ. લોકો એ નિયમ લીધો કે હવે અમે ચોરી નહીં કરીએ. અને નગરના દર્શન કરીને જઈશું. અને અમે પ્રમુખસ્વામી ના સત્સંગી બનીશું, મારી સાથે આ પ્રસંગ બન્યો ત્યારે કિરણબેન માવાણી અને રસીલાબેન રૈયાણી તેમના સાક્ષી છે. અત્યારે પણ આ પ્રસંગને યાદ કરું છુ. તો રૂંવાડાં ઊભાં થઈ જાય છે. ખરેખર મને એમ થયું કે પ્રમુખસ્વામી મહારાજ દિવ્ય દેહે નગરમાં જ છે.
અને આ ચોરી કરવાં આવેલા અત્યારે ભલે ચોર હોય પણ એ પૂર્વ જન્મ ના મુમુક્ષ જીવ હશે તો જ એને પ્રમુખસ્વામી મહારાજ ના દર્શન થાય અને એનું જીવન પરિવર્તન થયું.
શારદાબેન, કિરણબેન તથા રસીલાબેન ને જ પ્રમુખસ્વામી મહારાજ દિવ્ય દેહે છે તેવી અનુભૂતિ થાય તેવું નહી પણ આપને વિચારવી કે આ આવો અશક્ય મહોત્સવ કઈ રીતે થાય છે તો હું તો જરૂર કહીશ કે આ કાર્યો માં પ્રમુખસ્વામી તથા સ્વામિનારાયણ ભગવાન વિના શક્ય જ નહિ.
#pramukhswamimaharaj #pramukhprasangam #baps #pramukhswaminagar #chornoprasang #lifechange #shatabdimahotsav #bapsnews #swaminarayankatha #pramukhswamidarshan #guruharidarshan #guruhariashirwad #ચોરનોપ્રસંગ #પ્રમુખસ્વામી #પ્રમુખ્સ્વમીનગર #શતાબ્દીમહોત્સવ #ગુજરાતીપ્રસંગ #ગુજરાતીકથા #ગુજરાતીપારાયણ
અમારી YouTube ચેનલ 'Moje Mojadi(મોજે મોજડી)' By ધર્મેશ ધામેલીયા
👇👇👇👇👇👇સબક્રાઈબ કરો👇👇👇👇👇👇
👉 / @mojemojdi
👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆👆
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: