ચીવલ ગામે આદિવાસી પરંપરાગત રીતે ઢીંગલા ઢીંગલી બનાવી દિવાસો ઉજવવામાં આવ્યો.
Автор: Jitu Dhodi
Загружено: 2025-07-25
Просмотров: 15820
Описание:
બિમહા (દિવાસો)
આદિવાસીઓનો ખેતીકામ આધારિત તહેવાર એટલે દિવાસો, આદિવાસી સમાજમાં દિવાસાનું ખાસું મહત્વ રહેલું છે, "દિવાસો એટલે ખેતીકામ હળવું થયાનો ઉત્સવ". આદિવાસીઓ ડાંગરની રોપણી પરિપૂર્ણ કરીને આ તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસ સાથે કરે છે. આ તહેવાર ને (બિ બિવળાણે પરબ) એટલે કે બિયારણનો તહેવાર તરીકે આદિવાસી સમાજ માને છે.
દિવાસો આવતા સુધીમાં ખેતરમાં વાવણી કરેલ મકાઇ, ડાંગર, તુવેરના પાકની કુપણો ખેતરના પડને ચીરીને ડોકીયા કરતી હોય છે. ખેતીવાડીમાં પાકનો ઉતારો સારો આવે એ માટે આદિવાસી સમુદાયના લોકો દેવપૂજા કરતાં હોય છે. એટલે આદિવાસી સમાજમાં દિવાસા તહેવારનું વિશેષ મહત્વ હોય છે. દિવાસાની આગલી રાતે ગામમાં ઉજાણી રાખવામાં આવે છે. આ તહેવાર નિમિત્તે આદિવાસીઓ પોતાના પૂર્વજોને (ખત્રીજોને) પુજે છે. અને ખાસ યાદ કરે છે. કારણ કે આદિવાસીઓ એવું માને છે કે પોતાના વડવાઓ એટલે કે પૂર્વજો (ખત્રીજો) ના જ પ્રતાપે જ આ ખેતીવાડી છે અને એમના થકી જ અમે ખેતીકામ કરતાં શિખ્યા છીએ, અને ખેતીવાડીમાં સારું ઉત્પાદન મળે છે. દિવાસાના દિવસે ગામના પૂજારાઓ દ્વારા ગામમાં આવેલ હિમારયા દેવની પૂજા કરવામાં આવે છે.
આદિવાસી સમુદાયમાં એક એવી માન્યતા પણ છે કે આ વર્ષ લગ્ન કરીને સાસરે ગયેલી દિકરી તેનો પ્રથમ દિવાસો ગામમાં એના મા - બાપના ઘરે જ ઉજવે, એટલે સાસરે ગયેલી દિકરી આગલા દિવસે ઘરે આવી જાય છે, દિવાસાના દિવસેથી સુર્ય વાદળની પાછળ ઢંકાયેલો રહેશે. જેથી નવા પાકની કુપણો, વેલ, ફળ, ફૂલ વગેરે વગેરે ઉગશે. અને આદિવાસી સમુદાય તેને તોડવો કે નાશ ન કરવાની પ્રતિજ્ઞા લે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: