વિકલ્પ રૂપી વમળનું વિશુદ્ધિકરણ.ડૉ.દીક્ષા સાવલા સર્જનહાર મેગેઝીન મુંબઈ એપ્રિલ- 2024
Автор: DIXA SAVLA
Загружено: 2024-04-15
Просмотров: 131
Описание:
હું ખુલીને તને કહું કે હું એવાં સંબંધોને માનતી નથી કે જ્યાં વિકલ્પો હોય. આમ પણ જ્યાં વિકલ્પો હોય ત્યાં માણસ વિકલ્પમાં જ અટવાતો રહે છે. બાકી સંબંધોમાં તો એકબીજા માટે મરી છુટવાની ભાવના હોય, એકબીજા માટે કંઈ કર્યું પણ હોય તોય પણ જતાવવાની વૃત્તિ ના હોય. એ નિસ્વાર્થ સ્નેહના તંતુથી જોડાયેલો હોય. વ્યસ્તતા વચ્ચે પણ એકબીજાની કાળજી તથા સંવાદ હોય. એવું હું માનું છું.આ વિકલ્પની તું વાત કરે છે પણ મેં એવા પણ દ્રષ્ટાંત જોયા છે કે કશું પણ બોલ્યા વગર આંખ થી ભાવને પામ્યા હોય અને જીવનમાં એકબીજાને અગાઢ પ્રેમ કર્યો હોય તો ત્યાં ક્યાં વિકલ્પોની પારાશીશી આવે? તો હું પણ એ વાતની સમર્થનમાં છું કે જ્યાં ગણિતની કાતર લઈને બેઠા હોઈએ તો આખરે સ્નેહ, પ્રેમ કે વિશ્વાસ કે લાગણી રૂપી થોડો પણ કાપડ બચશે જ નહીં. માટે આવાં વિકલ્પ રૂપી પ્રશ્નોમાં મને રસ નથી. મને એમ લાગે છે કે ચોક્કસ આપણે એ વિકલ્પના વમળનું વિશુદ્ધિકરણ કરવું જોઈએ.
વિકલ્પ ત્યાં હોય જ્યાં આપણે બુદ્ધિથી નિર્ણય લેવાના હોય. અને મિત્રતામાં ક્યાં બુદ્ધિ નો પ્રયોગ પણ કરવાનો હોય! ત્યાં તો ખુલ્લું હૃદય જ હોય. જ્યાં વિચાર્યા વગર વાતને મૂકી શકાય. સમજી શકાય કે જીવનમાં ક્યાંક વિકલ્પ જરૂરી છે,દાખલા તરીકે સાંપ્રત સમયમાં બિઝનેસ શરૂ કરવું હોય તો આપણી સામે વિકલ્પો આવે અને એ વિકલ્પોમાંથી આપણે અનુકૂળતા મુજબ નિર્ણય લઈ અને આગળ વધીએ તો એ વિકલ્પની પસંદગી કરવી એ કંઈ ખોટું નથી. ત્યારબાદ ભણવા માટે જે આપણી સમક્ષ અલગ અલગ ફિલ્ડરૂપી વિકલ્પ આવે છે તો એ પણ કંઈ ખોટું નથી. તો એ વિકલ્પની પસંદગી તમારી આંખ અને પાંખ બને છે. એ જ રીતે નોકરી, ઘર ,ધંધો,આર્થિક વહેવાર, એવમ જીવનમાં એવાં ઘણા આયામો હોય જ્યાં આપણે વિકલ્પના સથવારે બેસ્ટ વિકલ્પ શોધી અને આપણે આપણી મર્યાદાની સાથે જીવનને સુંદર બનાવી શકીએ.તો ત્યાં રાજવી તારી આ વાત એપ્લાય થઈ શકે.તારી વાત ખોટી નથી પરંતુ સંબંધોમાં હું વિકલ્પને સ્થાન આપતી નથી. સંબંધોમાં તો એક જ વિકલ્પ કે જવાબ હોય કે પ્રેમ ત્યાં કોઈ નફરત, ઈર્ષ્યા કે ગણિત કામ નથી લાગતું અને જો કામ લાગે તો એને સંબંધ આપણે કહીં ન શકીએ.
સારું થયું રાજવી આજે તે ખુબ સરસ વાત કરી.તારું હૃદય ખૂબ સુંદર છે .પરંતુ મને થોડું અસમજસ રહે છે કે આવાં વિચાર તને ન આવવા જોઈએ. તારું તો હૃદય નિર્મળ છે. તો આવાં વમળમાં કેમ ફસાય! આ વાક્ય તારું ન પણ હોઈ શકે એમ પણ બને.ક્યાંક એવું બને કે કોઈના ચશ્માથી તું આપણી મિત્રતાનું મૂલ્યાંકન કરતી હોય. જો એવું હોય તો એ ચશ્મા ઉતારી દેવા જોઈએ. અને જો એ ચશ્મા થી મિત્રતા નિભાવીશું તો મિત્રતાનો દરેક આયામ ઝાંખું જ પડશે.
અને જો એવું ન કરવું હોય તો એ ચશ્મા ને સત્વરે આપણે ઉતારી દેવા જોઈએ અને આવાં ચશ્મા આપણે કોઈને પહેરવાં પણ ન આપવા જોઈએ. જરૂરી નથી જીવનમાં ધરતીકંપ બહાર જ થતાં હોય ક્યાંક હૃદયમાં પણ આવાં ધરતીકંપો થતાં હોય છે.જેથી ક્યાંક તિરાડો આપણા અંદર પણ પડતી હોય છે.તો આવી તિરાડોને આપણે પૂરવી જ રહી. ત્યારે વિકલ્પ શોધવાં ન બેસવું કે તિરાડો કેટલી છે ,એના મુજબ જ આપણે શબ્દો વાપરવા કે સંબંધો મેન્ટેન કરવા .અરે ! સંબંધો મેન્ટેન કરવાં મસલ્સ કે માઈન્ડ નહીં પરંતુ મનની મૃદુતા જરૂરી છે.સંબંધોને જીવવા અને ઝીરવવા જ પડે. મેન્ટેન કરવા બેસીએ ત્યાં મન બુદ્ધિને આદેશ આપે કે આ કરવું કે ન કરવું. પરંતુ મિત્રતા તો હું માનું છું કે હૃદયમાં જે ભાવ આવે એ ક્ષણે પ્રગટ જ કરવાના હોય એને ગાળી પછી વાત કરીએ એ મને હૈયે બેસતી નથી. જે શબ્દ,જે સ્ફુરણ, જે વખતે આવતું હોય એને આવવા દેવું પડે. આપણે તો મનુષ્ય છીએ અને શબ્દોના મહત્તાને આપણે સમજી શકીએ. બાકી જેની પાસે શબ્દો નથી એ મૂંગી ચીસ બની અને કોયૉ કરે છે. શબ્દના ભાવ તો આપમેળે થતી પ્રક્રિયા છે.એને થંભાવી ન શકાય, જો થંભાવીએ તો ત્યાં કૃત્રિમતા આવી જાય. અને કૃત્રિમભયૉ સંબંધોથી આપણે સૌ પરિચિત છીએ.જે વધારે ચાલી શકતા નથી. મિત્રતામાં લેઝરના કિરણો તો શું શરીર બાણથી જો વીંધાઈ જાય ને તો પણ મૃત્યુ મહોત્સવ બની જાય એમાં હું માનનારી વ્યક્તિ છું. અને રાજવી પણ પ્રાણી માત્ર તરફની અહિંસામાં માનનારી વ્યક્તિ.તો પછી ક્યાં સુધી આપણે આ ત્રાજવે તોલીને સંબંધો ટકાવી શકીશું. માટે જો તારી પસંદગી આપણે એક અભિન્ન મિત્રતા રૂપે હોય તો ત્યાં તો નિર્મળ નદીની જેમ વહેતા રહેવું પડે.. કલ - કલ અવાજનાં નાદથી જીવન સ્પંદીત કરવું જોઈએ.ક્યાંક પથ્થરોની વચ્ચે પણ જગ્યા કરીને પ્રવાહીત થઈને વહેવાની તાકાત હોય. તો મિત્રતા રૂપી આ ઉત્સવને મનાવી શકીએ.બાકી તો ઉત્સવનો ખરો આનંદ આ વિકલ્પના વમળથી નહીં લઈ શકાય.આખરે એ વમળમાં પમરાટ પામતા વ્યક્તિ ક્યાં અટવાઈ કે અદ્રશ્ય થઈ જશે. - એ પણ દેખાશે નહીં. બાકી આપણે તો હળવા ફૂલ થઈને પાણી પર તરવાનું છે અને સ્વાભાવિક છે જો એ ફુલ સુંદર મજાના મિત્રતાના સુગંધથી સુવાસિત હશે તો ચોક્કસથી એનાં પર સરળતા અને સહજતા રુપી રંગબેરંગી પતંગિયાનું સુંદર મજાનું આગમન થશે.તો હવે તારા હાથમાં છે. વિકલ્પના વમળનું વિશુદ્ધિકરણ કરીએ..
નહીં તો મારે અહીં જ ઉતરી જવાનું રહેશે. કારણકે હું સંબંધોના વિકલ્પમાં ક્યારે માની નથી અને માની શકું પણ નહીં કારણ કે સંબંધોમાં તો એક જ જવાબ હોય અને એ છ
આમ રિદ્ધિ આ બધું સાંભળીને દીપ્તિ અને રાજવીને ભેટી પડી અને કહ્યું કે દીપ્તિની વાત સાચી છે . દીપ્તિને મેં આજ રીતે જીવન જીવતા જોઈ છે અને જુના સંબંધોને પણ તાજા રાખેલા છે.હું પણ જીવનમાં વિકલ્પને માનતી હતી. સ્વાભાવિક છે કે જીવનમાં ઘણી જગ્યાએ વિકલ્પો કામ આવતા હોય છે અને કામ લાવવા જોઈએ. પરંતુ સ્નેહના સાગરમાં તરવું તો સર્વને ગમે છે,
પણ
એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સાચો સંબંધ ...! દીપ્તિ કહે છે એ મુજબ હવે હું પણ સંબંધોમાં વિકલ્પને સ્થાન નથી આપતી.ત્યાં તો હર હંમેશ એક જ જવાબ હશે અને એ છે અગાઢ સ્નેહ.. ઠીક છે ,ક્યાંક એવાં સંબંધો હોય જ્યાં આપણે થોડી મિત્રતામાં વિકલ્પ રાખવા પડે પરંતુ દીપ્તિ અને રાજવી તમારામાં મને લાગે છે કે વિકલ્પ ન હોવાં જોઈએ. તો જ આપણે સુદામા અને કૃષ્ણ જેવી મિત્રતા રાખી શકીએ કે જોઈ શ
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: