બાબુભાઈનું ઉબાડિયું વલસાડનું ફેમસ Babubhai nu ubadiyu The Pakka Foodie
Автор: The Pakka Foodie
Загружено: 2021-11-30
Просмотров: 1016740
Описание:
બાબુભાઈનું ઉબાડિયું વલસાડનું ફેમસ Babubhai nu ubadiyu The Pakka Foodie
#ubadiyu #BabuBhaiNuUbadiyu
Contact number : 98259 02015
મિત્રો આજે આપણે આવ્યા છીએ વલસાડમાં ખાસ બાબુભાઈનું ઉબાડિયું ખાવામાટે. વલસાડ જિલ્લામાં ડુંગરીગામ નેશનલ હાઇવે પર બાબુભાઈનું ઉબાડિયું મળે છે. બાબુ આજે આપણને ઉબાંડિયુનું જ્ઞાન આપ્યું કે કઈ રીતે ઉબાડિયું બને છે અને કેટલું શરીર માટે સારું છે.
ઉબડિયું બનાવવાં માટે ખાસ તો વલસાડ નાં ગામડાંની દેશી પાપડી (માખનીયા પાપડી) કલહર નામની વનસ્પતિ કંબોઈ નામની વનસ્પતિ આંકડા નાં ફુલ માપ સર આખું મીઠું તેલ આદું લસણ લીલાં મરચાંની ચટણી આ બધું પાપડી માં નાખી સરસ રીતે મસળવામાં આવે છે પછી થી તે માટલા નાં નીચેનાં ભાગે કલ્હર વનસ્પતિ મૂકવામાં આવે છે ને પાપડી ભરવામાં આવે છે
સૌથી પેલા માટલામાં કિલ્લાર વનસ્પતિ અને ગામડાની પાપડી અને કતારગામની પાપડી, શક્કરિયા, બટેટા, કંદ થી એકદમ ભરીને નાખવામાં આવે છે. શક્કરિયા, બટેટા અને કંદ ને કાપી ને લીલી ચટણી થી બરાબર ભરી ને. હળદર, મીઠું અને તેલ નાખી ને બધું મિશ્રણ માટલા માં ભરવામાં આવે છે. પછી આખું માટલું ઊંધું કરી ને ભઠામાં ગરમ કરવામાં માટે મૂકે છે. અમુક સમય પછી મટકું ગરમ કરી ને ગરમ ગરમ થાળી માં પીરસવામાં આવે છે. બધા વેગેતાબ્લે બફાઈ જાય અને સ્વાદ તો બેમિસાલ આવે એમાં કઈ ના ઘટે. માટલા માં થોડીક જ જગ્યા હોય જેથી માતુ ફાટી ના જાય અને લાકડા થી જ માટલું લોક કરી નાખે.
બાબુ ભાઈએ ખરે ખર સારું ઉબાડિયું બનાવ્યું. મજા આવી ગયી અને આ સ્પેશ્યલ શિયાળામાં ખવાઈ એવી વસ્તુ છે. એકદમ હેલ્થી ફૂડ કહી શકાય. જયારે પણ તમે નેશનલ હાઇવે ડુંગરી થી પસાર થાઓ ત્યારે ચોક્કસ વિઝિટ કરજો. એક ડુંગરી ગામ માં આવ્યું છે અને એક નેશનલ હાઇવે પર આવ્યું છે.
બાબુભાઈનું ઉબાડિયું - ડુંગરી રોડ - નેશનલ હાઇવે - વલસાડ
આ રીતે માટલામાં ઉબાડિયું બને છે
ઉબાડિયું માટલામાંથી બહાર કાઢવામાં આવે
વજન ના હિસાબે ગ્રાહકો ને દેવામાં આવે
પરિવાર સાથે લોકો દૂર દૂરથી આવે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: