જનનીની જોડ સખી નહીં જડે રે લોલ | Janani Ni Jod l Arjanbhai Kaliya
Автор: Gujarati Bhajan Lokgeet
Загружено: 2025-07-30
Просмотров: 1723
Описание:
આ Video માં સાંભળો ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ’
🎙️ ગાયક: અરજણભાઈ કાલિયા
🎵 પ્રકાર: ગુજરાતી કવિતા
👉 નવા નવા ભજન અને લોકગીત માટે અમારી ચેનલને Subscribe કરો!
👍 Video ને Like કરો, 💬 Comment કરો, અને 🔔 Bell Icon દબાવી નવા Video તરત મેળવો!
🙏 Gujarati Bhajan Lokgeet 🙏
“ભજનથી ભક્તિ… લોકગીતથી લોકસંસ્કૃતિ!”
🙏 જય માતાજી 🚩 જય શ્રી કૃષ્ણ 🚩જય શ્રી રામ 🙏
#GujaratiBhajanLokgeet
#ગુજરાતીભજનલોકગીત
#kavita
#gujaratikavita
#JananiNiJodSakhiNahiJadeReLol
#જનનીનીજોડસખીનહીંજડેરેલોલ
#ArjanbhaiKaliya
#અરજણભાઈકાલિયા
#ArjanBhagat
#GujaratiPrabhatiya
#GujaratiBhajan
#Santvani
#Lokgeet
#BhaktiSong
#GujaratiLokgeet
#Dayro
#BhajanMandli
#GujaratiMusic
#prachinbhajan
#junabhajan
#પ્રાચિનભજન
🎶 Lyrics :-
: જનનીની જોડ સખી નહીં જડે રે લોલ :
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ
પળના બાંધેલ એના પ્રાણ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ
લેતા ખૂટે ન એની લહાણ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ધરણી માતાએ હશે ધ્રૂજતી રે લોલ
અચળા અચૂક એક માય જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ
સરખો એ પ્રેમનો પ્રવાહ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ
માડીનો મેઘ બારે માસ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ
એનો નહિ આથમે ઉજાસ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.
~ દામોદર ખુશાલદાસ બોટાદકર
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: