સુરત ના વરાછા મિનિબજાર પાસે આવેલ અનભ જેમ્સ કામ કરતા ઈસમે ૬ માસ
Автор: ADVENT OF GUJARAT NEWS
Загружено: 2023-06-22
Просмотров: 51
Описание:
એન્કર :- સુરતના વરાછા મિનિબજાર પાસે આવેલ અનભ જેમ્સમાં કામ કરતા ઇસમે 6 માસ દરમિયાન અલગ અલગ સમયે હીરાની ચોરી કરી હતી જેમાં ફેક્ટરી માલિક દ્વારા હિસાબ સમયે ગડબડ થતા ચોરીનો મામલો સામે આવ્યો હતો જેમાં એક ચોરી કરનાર અને ચોરીનો માલ રાખનારને પકડી પાડી વરાછા પોલીસે ધરપકડ કરી હતી
વિઓ :- સુરત શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે અને લોકો ટૂંક સમયમાં રૂપિયા કમાવવા અવનવી કરતબ અજમાવી ચોરીને અંજામ આપે છે ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં મિનિબજાર પાસે આવેલ અનભ જેમ્સ ડાયમંડ ફેક્ટરીમાં લાખોની ચોરીની ઘટના બનવા પામી હતી અનભ જેમ્સમાં કામ કરતો પ્રવીણ હીરાભાઈ ઝાપડા જે હીરા ફેક્ટરીમાં રાયટર તરીકે નોકરો કરતો હતો જેમાં 6 માસ દરમિયાન રોજેરોજ 8 કેરેટ જેટલા હીરાની ચોરી કરતો હતો અને 19.27 લાખની કિંમતના કુલ 1352 કેરેટ હીરાની ચોરી કરી હતી અને આજ અનભ જેમ્સમાં અગાવ કામ કરતો અલ્પેશ રતી ભાઈ મેવાડા નામના ઇસમને ચોરીના હીરા વેચવા આપતો હતો જોકે ફેક્ટરી માલિક દ્વારા હીરાની ઘટ આવતા તેમને ચેકીંગ કરાવ્યું હતું જેમાં હિસાબ ન મળતા સીસીટીવી સહિત ચેક કરતા પ્રવીણ ઝાપડા સમગ્ર ચોરી કરતો હોવાનું સામે આવ્યું હતું જેમાં ફેક્ટરી માલિક નિલેશભાઈ બલર દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં આરોપી પ્રવીણ પકડાય જતા તેને સમગ્ર ચોરીનો લાખો રૂપિયાનો માલ અલ્પેશ ને આપ્યો હોવાની કબૂલાત કરી હતી જેને લઈને પોલીસે અલ્પેશ અને પ્રવીણ બંને ને પકડી પાડી ધરપકડ કરી હતી અને ચોરીના હીરા મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: