ધરમપુરમાં આદિવાસી સ/ગીરાના અપહરણ મામલે પોલીસે 400થી વધુ CCTV તપાસી સ/ગીરાને મુંબઈથી મુક્ત કરાવી
Автор: LIVE NEWS 24
Загружено: 2026-01-26
Просмотров: 26346
Описание:
વલસાડના ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણ કેસનો ભેદ ઉકેલાયો: પોલીસે 400થી વધુ CCTV કેમેરા તપાસી સગીરાને મુંબઈથી મુક્ત કરાવી, વિધર્મી યુવક જેલના સળિયા પાછળ ધકેલાયો
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સગીરાના અપહરણના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા મળી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા એક વિધર્મી યુવકે સગીરાને લલચાવી-ફોસલાવીને અપહરણ કર્યું હતું. આ ઘટનાને પગલે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે, વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે છેક મુંબઈ સુધીના 400થી વધુ CCTV ફૂટેજ તપાસીને સગીરાને હેમખેમ મુક્ત કરાવી છે અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે..ઘટનાની વિગત મુજબ, ગત 20મી જાન્યુઆરીના રોજ ધરમપુરના એક અંતરિયાળ વિસ્તારમાંથી આદિવાસી સગીરા અચાનક લાપતા બની હતી. પરિવારજનોની તપાસમાં બહાર આવ્યું હતું કે કોઈ અજાણ્યો વિધર્મી યુવક સગીરાનું અપહરણ કરી ગયો છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા આદિવાસી સમાજ, હિન્દુ સંગઠનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ધરમપુર પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી. મામલાની ગંભીરતાને જોતા વલસાડ SP યુવરાજસિંહ જાડેજાએ તાત્કાલિક LCB, SOG અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ધરમપુરથી લઈને વલસાડ રેલવે સ્ટેશન અને ત્યાંથી છેક મુંબઈ સુધીના રૂટના 400થી વધુ CCTV કેમેરા ચેક કર્યા હતા, જેમાં યુવક અને સગીરા ટ્રેનમાં બેસી મુંબઈ સેન્ટ્રલ તરફ જતા હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને RPFના સંકલનથી તપાસ આગળ વધારી હતી. જેમાં ખુલ્યું હતું કે આરોપી અને સગીરા મુંબઈ સેન્ટ્રલ ઉતરીને લોકલ ટ્રેનમાં આગળ વધ્યા હતા. આખરે, પોલીસે મુંબઈમાંથી લોકેશન ટ્રેસ કરી સગીરા અને આરોપીને શોધી કાઢ્યા હતા. પોલીસે આરોપી ઉસ્માન બિન મહમદની ધરપકડ કરી છે. 27 વર્ષીય આરોપી એક કંપનીમાં ફીટર તરીકે કામ કરે છે. પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે બંને સોશિયલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ આરોપી સગીરાને ભગાડી ગયો હતો..ભોગ બનનાર યુવતી સગીર વયની અને આદિવાસી સમાજની હોવાથી પોલીસે આરોપી સામે અપહરણ ઉપરાંત એટ્રોસીટી એક્ટ અને પોક્સો એક્ટની કડક કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત, સગીરાની મેડિકલ તપાસ બાદ દુષ્કર્મના પુરાવા મળતા પોલીસે આરોપી સામે બળાત્કારની કલમોનો પણ ઉમેરો કર્યો છે. હાલમાં કોર્ટે આરોપીને 28 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યાં તેની વધુ સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: