ડાકોર
Автор: Sachin Pandit Bahadarpurwala
Загружено: 2025-08-18
Просмотров: 34
Описание:
ડાકોર
વૈષ્ણવો માટે દ્વારકા જેટલું ડાકોરનું મહત્ત્વ છે. એવી માન્યતા છે કે દ્વારકાના મંદિરની મૂળ મૂર્તિ ડાકોરના મંદિરમાં આવેલી છે. તેની કથા આ મુજબ છે : ડાકોરમાં વજસંગ બોડાણા નામના રણછોડરાયજીના એક ભક્ત રહેતા હતા. તે હાથમાં તુલસી લઈને વર્ષમાં બે વાર ચાલીને દ્વારકા જતા. વર્ષો સુધી આ ક્રમ ચાલ્યો. બોડાણા વૃદ્ધ થયા એટલે દ્વારકાની યાત્રા કરવા અશક્તિમાન બન્યા. ત્યારે ભગવાને સ્વપ્નમાં આવીને તેમને રણછોડરાયજીની મૂર્તિ દ્વારકાથી ડાકોર લઈ જવા કહ્યું. એક મધ્યરાત્રિએ દ્વારકાના મંદિરનાં દ્વાર આપોઆપ ખૂલી ગયાં. ભક્ત બોડાણા ભગવાનની મૂર્તિને ગાડામાં બેસાડીને ડાકોર લઈ ગયા. દ્વારકાના મંદિરના પૂજારીઓને ખબર પડી ત્યારે એમણે ભક્ત બોડાણાનો પીછો કર્યો. તેમનો વધ કર્યો. ભક્ત બોડાણાની પત્નીની સત્ રાખવા ભગવાન સવા વાલની નથણીએ તોલાયા. બારમી સદીમાં ડાકોરમાં રણછોડરાયજીનું મંદિર ઊભું કરી તેમાં આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ડાકોરનું વર્તમાન મંદિર ઈ.સ. ૧૭૭૨માં બંધાયેલું છે૮ તેમાં મુસ્લિમ સ્થાપત્યની અસર વરતાય છે. કદાચ મુસ્લિમોના આક્રમણથી બચવા આ પ્રકારની શૈલીનો બાંધકામમાં ઉપયોગ થયો હશે. મંદિરની ઊંચાઈ ૧૨૦ ફૂટ છે. તેની પ્રત્યેક ભુજમાં ૧૨ રાશિ અનુસાર બાર સીડીઓ અને ૨૮ નક્ષત્ર અનુસાર ૨૮ શિખરો છે. પ્રત્યેક મુજ પર સોનાના પાંચ પાંચ કળશ છે. મુખ્ય ગુંબજ પર રૂપાની હાટકી છે. ગર્ભગૃહમાં રણછોડરાયજીની કાળા પથ્થરમાંથી બનેલો ચતુર્ભુજ મૂર્ત પશ્ચિમાભિમુખ છે. મૂર્તિના ડાબા હાથમાં શંખ અને ચક્ર તથા જમણા હાથમાં ગદા અને પદ્મ છે. ગોમતી તળાવના કાંઠે આવેલા આ મંદિરમાં હંમેશાં યાત્રીઓની ભીડ રહે છે. શરદ પૂનમે અહીં ભવ્ય મેળો ભરાય છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: