સુંદર ગરબો...માળી મારી નાવડી નો શોધુ કિનારો) ( ગરબો નીચે લખેલ છે
Автор: Vaikunth Bhajan Mandal Vadodara
Загружено: 2022-10-01
Просмотров: 72884
Описание:
માડી મારી નાવડી નો શોધુ કિનારો
માં પાર ઉતારો
કે બીજું મારે કોઈ નથી (૨)
માડી મારા જીવનમાં તારો સહારો
માં પાર ઉતારો
કે બીજું મારે કોઈ નથી
તારો આધાર મારે દુનિયામાં એક છે
તારે અનેક છતાં મારે તું તો એક છે
ડગલે ને પગલે આવે વિઘન હજારો
મા પાર ઉતારો
કે બીજું મારે કોઈ નથી
માડી મારી નાવડી નો સોધુ કિનારો
માં પાર ઉતારો
કે બીજું મારે કોઈ નથી
ભવના સાગરમાં ઊંડા ભર્યા પાણી
અંતરની વેદના નથી તુજથી અજાણી
બાલુડા ની અરજીનો સ્નેહે સ્વીકારો
માં પાર ઉતારો
કે બીજું મારે કોઈ નથી
મારે તો માં છે બીજા વગડાના વા છે
તારા બાલુડા ની તું થઈ માત છે
ભવ ભવના નાતે પડ્યો તારો પનારો
માં પાર ઉતારો
કે બીજું મારે કોઈ નથી
માડી મારી નાવડી નો શોધુ કિનારો
માં પાર ઉતારો
કે બીજું મારે કોઈ નથી...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: