જીવનમાં વ્યવહારકુશળતા એ શ્રેષ્ઠ લાયકાત છે-Kanjibhai Bhalala વિચારોનું વાવેતર-40th Thursday's thought
Автор: Shree Saurashtra Patel Seva Samaj
Загружено: 2023-12-22
Просмотров: 4680
Описание:
|| વ્યવહારિક કૌશલ્યથી ધંધા-વ્યવસાયમાં સફળતા વધુ મળે છે.- કાનજી ભાલાળા ||
દર ગુરુવારે નવા વિચારનું વાવેતર કરવામાં આવે છે. જમનાબા ભવન ખાતે ૪૦ માં થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં નવો વિચાર આપતા શ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, નોકરીના દરેક પદ માટે એક શૈક્ષણિક કે શારીરિક લાયકાત નક્કી કરેલી હોય છે. પરંતુ એક સારા માણસ બનવાની લાયકાત શું હોય ? આ બાબતે આપને કદી વિચાર જ નથી કર્યો, સારા સંતાન બનવા કે માતા-પિતાની લાયકાત શું ? ખરેખર શાળા કોલેજમાં નહિ પરંતુ અનુભવ અને વિચારો માણસની લાયકાત ઘડે છે,તેથી આ ગુરુવારનો વિચાર “જીવનમાં વ્યવહારિક કૌશલ્યએ શ્રેષ્ઠ લાયકાત છે”, અને વ્યવહારિક કૌશલ્ય (કોઠા સૂઝ) થી ધંધા-વ્યવસાયમાં વધુ સફળતા મળે છે. સફળ થવા માટે લાયકાત ઘડવી પડે છે. લાયકાત હોય તેવું અને તેટલું મળે તે કુદરતી નિયમ છે. છતીસગઢમાં ટનલમાં ફસાયેલા ૪૧ મજુરોને બહાર કાઢવાના પ્રયાસમાં અદ્યતન ટેકનોલોજી તૂટી પડી અને શ્રેષ્ઠ એન્જીનીયર્સ પણ મુંજાણા ત્યારે રેટ હોલ માઈનર્સ તેની કોઠા સૂઝ અને હનુન્નર એટલે કે વ્યવહારિક કૌશલ્યથી સફળ રહ્યા તે સામાન્ય વાત નથી. કોઈ પણ નોકરીના ઉચ્ચ પદ માટે શૈક્ષણિક લાયકાત અને મેરીટ પછી પણ તેની કાર્યકુશળતા જોવામાં આવે છે. એટલે માત્ર ડીગ્રી કે પૈસા કરતા પણ જીવનમાં કે વેપાર વ્યવસાયમાં સફળ થવું હોય તો વ્યવહારિક (પ્રેક્ટીકલ સ્કીલ) કૌશલ્ય ખુબ જરૂરી છે. #practicality #business
#thursdaysthoughts #health #wealth #happiness #kanjibhaibhalala
*******************************************************************
❋ Instagram : / spss_surat
❋ Facebook : / shreesaurashtrapatelsevasamajsurat
❋ LinkdIn : / shree-saurashtra-patel-seva-samaj-surat-78...
❋ Twitter : / official_spss
❋ Youtube : / @spss_surat
❋Website : https://www.spsamaj.org/
☎ For more info. Ph. +91 99091 88222
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: