Surendranagar News | ચોટીલા: નાયબ કલેકટર H.T. મકવાણાએ દાણાવડા PHC આરોગ્ય કેન્દ્રમાં તપાસ હાથ ધરી
Автор: DPNews Gujarati
Загружено: 2025-12-01
Просмотров: 7
Описание:
સુરેન્દ્રનગર: ચોટીલા નાયબ કલેકટર H.T. મકવાણાએ દાણાવડા PHC આરોગ્ય કેન્દ્રમાં તપાસ હાથ ધરી.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી.મકવાણાએ મુળી તાલુકાના દાણાવાડા ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની આકસ્મિક તપાસણી કરી જેમાં તપાસ દરમ્યાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા, દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની હાજરી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી.
તપાસ દરમ્યાન ચકાસણી કરેલ / સુચના આપેલ મુદ્દાઓ :
૧.આવશ્યક દવાઓનો સ્ટોક અને જીવનરક્ષક દવાઓ પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે નહિ તેની તપાસ કરવામાં આવી.
૨.દવાઓના સ્ટોક રજીસ્ટર સાથે ભૌતિક ચકાસણી (Physical Verification) કરી.
૩.સારવાર માટે આવેલ દર્દીઓ સાથે સીધો સંવાદ કરીને તપાસવામાં આવ્યું કે તેઓને સમયસર સારવાર મળે છે કે નહીં, દવાઓ પૂરતી મળે છે કે નહીં અને તેમના કોઈપણ પ્રકારના પ્રશ્નો / ફરિયાદો છે કે કેમ.
૪.સ્ટાફની હાજરી અને વર્તણૂક અંગે મેડિકલ ઓફિસર તથા નર્સ, ફાર્માસિસ્ટ સહિતના સ્ટાફની નિયમિત હાજરી, તેમના આવવા–જવાના સમયની નોંધો, તેમજ Movement Register ની તપાસ કરવામાં આવી.
૫.ઓપીડી, પ્રસૂતિ સેવાઓ, લેબોરેટરી, દવાખાનું વગેરેની કાર્યપદ્ધતિની સમીક્ષા કરીને દર્દીઓને વધુ સરળતાથી સેવા મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી.
૬.આરોગ્ય કેન્દ્રનો પરિસર, વેઇટિંગ એરિયા, વોશરૂમ, પાણી અને સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થાની તપાસ કરવામાં આવી તથા જરૂરી સુધારા માટે મૌખિક સૂચનાઓ આપવામાં આવી.
૭.દવાઓના સ્ટોક રજીસ્ટર દિવસ મુજબ અપડેટ રાખવા જણાવવામાં આવ્યુ.
૮.OPD માં આવતા દર્દીઓને પ્રાથમિકતા આધારે ઝડપથી સેવા આપવા મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફે Movement Register માં નિયમિત એન્ટ્રી કરવી.
૯.દર્દી-મૈત્રી વાતાવરણ જાળવવું તથા ફરિયાદ હોય તો PHC ના પ્રતિસાદ રજીસ્ટરમાં નોંધ કરાવવા સુચના આ૫વામાં આવી.
૧૦.સમયસર રિપોર્ટિંગ અને રોગચાળાના કેસ અંગે higher authority ને માહિતી આપવા સુચના આપી.
સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરીયા
About Video: Source : Social Media (નોંધ : અમે આ વીડિયોની પુષ્ટિ નથી કરતા )
Our Some Other Playlist
My Gears:
Our Other Social Link 👇
FACEBOOK : / dpnewsgujarati
YOUTUBE : / @dpnewsgujarati
Instagram- / dpnews.gujarati
KOO App - https://www.kooapp.com/profile/dpnews...
WHATSAPP : https://goo.gl/FGMMS5
DP NEWS
DIVYAPARIKSHIT NEWS ( DP NEWS GUJARATI )
Email - [email protected]
#dpnews #dpnewsgujarati #dpnewslive
#gujaratinewslive #livenews #latestupdate #gujaratinewslive #gujaratisamacharlive #આજ_ના_સમાચાર #ગુજરાતી_સમાચાર #newupdate #latestnews #gujaratinewschannel #gujaratpolitics #crimestory
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: