Gujarat-કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) અંતર્ગત ટેકાના ભાવે ખરીદી
Автор: Piyush Gajjar-G Digital News
Загружено: 2024-11-11
Просмотров: 547
Описание:
હિંમતનગર ખાતેથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો.
આ પ્રસંગે, કૃષિ કલ્યાણની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને કૃષિ સહાયનું વિતરણ કર્યું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતના નિર્માણ માટે ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ પર ભાર મૂક્યો છે. આજનો આ કાર્યક્રમ અન્નદાતાઓને વધુ સશક્ત કરવાની દિશામાં મહત્ત્વનો બની રહેશે.
માનનીય વડાપ્રધાનશ્રી કહે છે કે જો આપણા ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર મળે તો જગત આખાની ભૂખ ભાંગી શકવાની તાકાત તેમના બાવડામાં રહેલી છે.
ખેડૂતોને પાકનો સારો ભાવ મળે અને બજારમાં ભાવના ઉતાર-ચઢાવથી તેમને નુકસાન ન થાય તેવી લાગણી સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ટેકાના ભાવો અત્યાર સુધીના સૌથી વધારે છે.
રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 16,000 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. 16 લાખ ખેડૂતો પાસેથી 30 લાખ મે.ટનથી વધુ જથ્થાની ખેતપેદાશોની ખરીદી થતા ખેડૂતોએ પરિશ્રમથી પકવેલા મહામૂલા પાકના તેમને પોષણક્ષમ ભાવ મળ્યા છે અને વચેટિયાઓ દ્વારા થતાં શોષણમાંથી મુક્તિ મળી છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: