આ શિવાલય સાથે જોડાયેલું છે રહસ્ય, દર વર્ષે શિવલિંગની ઊંચાઈમાં થાય છે વધારો
Автор: Local18 Gujarat
Загружено: 2023-09-04
Просмотров: 684
Описание:
Raj Chaudhary,Sabarkantha: ઈડર તાલુકાના વસાઈ-જવાનગઢ ગામે ભેંસકા નદીના કિનારે આવેલું છે 200 વર્ષથી પણ વધુ જૂનું ગૌજણેશ્વર મહાદેવનું મંદિર.અહીં ગાયે પથ્થર ઉપર દૂધનો પક્ષાલ કરતા આ પથ્થરને શિવલિંગ તરીકે પૂજવા માટે મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.આ શિવલિંગ દર વર્ષે એક ઘઉંના દાણા જેટલું વધે છે.અને આજે પણ અહીં જન્માષ્ટમીના દિવસે ગૌજણેશ્વરનો મેળો ભરાય છે.200 વર્ષ જુનું મંદિર વસાઈ-જવાનગઢ ગામની સીમમાં થી પસાર થતી ભેંસકા નદીના કિનારે 200 વર્ષ અગાઉ સ્થાપિત થયેલું આ ગૌજણેશ્વર મહાદેવનું મંદિર જ્યાના શિવલિંગ વિશેની અનોખી કહાની છે.અહીં 200 વર્ષ અગાઉ એક ગોવાળિયો પોતાની ગાયો લઈને વગડામાં ચારવા આવતો.આ રીતે મળ્યું હતું શિવલિંગ ત્યારે પોતાના ઘરે જઈને તે ગાયોનું દૂધ કાઢતો તો તેમાંની એક ગાય દૂધ ન આપતી આ બાબતે ગોવાળીયો વિચાર કરતો થયો કે બધી ગાયો દૂધ આપે અને એક ગાય કેમ દરરોજ દૂધ નથી આવતી.આ બાદ તેણે જ્યારે ગાયો ચરાવવા જાય ત્યારે તે ગાય ઉપર નજર રાખવાની શરૂ કરી તો આ ગાય એક પથ્થર ઉપર દૂધનો પક્ષાલ કરી દેતી. આ ગાયનું આ પથ્થર ઉપર દૂધનો પક્ષાલ કરવાનો સિલસિલો દરરોજ ચાલવા લાગ્યો આથી ગોવાળિયા એ ગ્રામજનોની આ બાબતની વાત કરી અને ગ્રામજનોએ અહીં મહાદેવનું સત છે.એમ માનીને આ પથ્થરને મુકી એક મંદિર ની સ્થાપના કરી.શિવલિંગનું કદ વધે છે આ શિવલિંગ દર વર્ષે ઘઉંના એક દાણા જેટલું વધે છે અને વર્ષો પહેલા આ શિવલિંગના પથ્થરનું જે કદ હતું તે હાલમાં ઘણું વધી ગયું છે.આ બાબતે ગ્રામજન કિરણબેન પટેલ કહે છે કે,તેમનો પોતાનો અનુભવ છે કે જે પ્રમાણે આ શિવલિંગ દર વર્ષે ઘઉંના એક દાણા જેટલું વધે છે. બાળપણમાં જ્યારે તેઓ અહીં જન્માષ્ટમીએ ભરાતા ગૌજણેશ્વર મેળામાં આવતા ત્યારે આ શિવલિંગનું કદ નાનું હતું અને આજે 30 જેટલા વર્ષ પછી આ શિવલિંગ મોટું થયું છે. ભક્તો ઉમટી પડે છે આ બાદ આ મંદિરને ગૌજણેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું અને આજે પણ શ્રાવણ માસના 4 સોમવાર અને શિવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારે અહીં ભક્તો ઉમટી પડે છે અને આ શિવલિંગના દર્શનાર્થે દૂર દૂરથી ભક્તો આવે છે.નયનરમ્ય નજારો ભેંસકા નદીના કિનારે આવેલા ગૌજણેશ્વર મહાદેવના મંદિરની સાથોસાથ બાજુમાં આવેલ લીમ્બચ માતાનું મંદિર અને સામેના કિનારે આવેલું જેસીંગ બાપા નું મંદિર સાથે નયન નજારો જોવાલાયક છે અને અહીં અનેક શ્રદ્ધાળુઓ ગુરુવારે જેસીંગ બાપા ની સમાધી એ તથા સોમવારે મહાદેવના દર્શનાર્થે આવે છે.
ન્યૂઝ18 લોકલ એ એક હાઇપરલોકલ પ્લેટફોર્મ છે, જ્યાં તમને જિલ્લાઓના તાજા સમાચાર અને વીડિયો ગુજરાતી ભાષામાં પ્રાપ્ત થશે. ન્યૂઝ18 લોકલમાં તમને તમારી આસપાસ બનતા બનાવો, નાગરિકોને પડતી મુશ્કેલીના સમાચાર, વિવિધ ઉપયોગી માહિતી, તહેવારોની મહિતી, અભ્યાસ, નોકરીની તકો, વિવિધ જાહેરાત, સાફલ્ય ગાથા, તમારી આસપાસના ઐતિહાસિક તેમજ પ્રવાસન સ્થળોની માહિતી મળશે.
Follow us @
/ news18gujarati
/ news18gujarati
/ news18gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: