બ્રેઇલ આખ્યાન || Brailee Aakhyan || Divya Drushtina Ajwala ||
Автор: Shri Labhubhai T Sonani
Загружено: 2025-07-14
Просмотров: 1007
Описание:
#aakhyan #ramdevpir_akhyan #dakdamru #braille #new #live #akhyanlive #ramdevpir_akhyan
વિશ્વનો પહેલો પ્રયોગ મહાત્મા લુઈ બ્રેઇલ પર રામામંડળ શૈલીમાં બ્રેઇલ આખ્યાન તૈયાર કરાયું
‘દિવ્ય દૃષ્ટિના અજવાળા’ શીર્ષક તળે લખાયેલ પુસ્તકમાં અંધજન શિક્ષણ અને લગભગ ૨૦૦૦ થી વધુ વર્ષના સમયગાળામાં આંખોની દૃષ્ટિ ગુમાવી જીવન સંઘર્ષ કરી સમાજના સામા પ્રવાહ સામે બાથ ભીડી પ્રસ્થાપિત થયેલ વ્યક્તિઓના જીવનકવનને આવરી લેતા પ્રસંગો આધારિત બ્રેઇલ આખ્યાન રામામંડળ શૈલીમાં આજસુધીમાં બે વખત પ્રસ્તુત થઇ ચુક્યું છે. અત્રે એ નોંધવું ઘટે કે તા.૩૧/૦૫/૨૦૨૫ના રોજ નવજવાન સિંધી સેવા મંડળ હોલ, ભાવનગર ખાતે દીવ્યાંગોનાં ક્ષેત્રે વર્ષ ૧૯૫૪ થી સેવાનું બીજ રોપનાર શ્રી અનંતભાઈ કે. શાહ ઉર્ફે બાબાભાઈના વરદ હસ્તે ‘દિવ્ય દૃષ્ટિના અજવાળા’ પુસ્તકનું વિમોચન કરવામાં હતું. જેમાં ઈ.સ. ૩૦૮ થી ૧૯૫૨ સુધીના સમયગાળાનો ઈતિહાસ આવરી લેવામાં આવ્યો છે. ડીડીમસ, સેન્ટ હાર્વે, પ્રિન્સ હિટાયાસુ, અબ્દુલ અલ બલમારી, જ્હોન મિલ્ટન, જ્હોન મેડકાફે, નિકોલસ સોંડસર્ન, મિલીની ડી સેલીગ્નાક, કુમારી મારિયા થેરીસા જેવા ચરિત્રોને ટાંકીને તે સમયના અંધજનોની શક્તિનો પરિચય આપવામાં આવ્યો છે. વેલેન્ટાઈન હોય દ્વારા શરુ થયેલ વિશ્વની પ્રથમ અંધશાળા અને ત્યારબાદ થયેલ ઉત્તરોત્તર પ્રગતીનો સંક્ષિપ્ત ચિતાર પણ આ પુસ્તકમાં લેવામાં આવ્યો છે. ડેનીસ ડીડ્રોટ જેવા ચિંતકોની વાતને વણી લઇ અંધજનો પ્રત્યે બદલાયેલી માન્યતા વિષે આબેહુબ વર્ણન પુસ્તકના પાને પાને નજરે ચઢે છે. જેને રામામંડળ શૈલીમાં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના કલાવૃંદ અને શાળાના વિદ્યાર્થીઓએ આંગિક અભિનયના અજવાળા પાથરી આખ્યાનના પાત્રોને જીવંત બનાવ્યા હતા. સંસ્થાના જનરલ સેક્રેટરી અને પુસ્તકના લેખક શ્રી લાભુભાઈ સોનાણીના નેતૃત્વ નીચે ‘દિવ્ય દૃષ્ટિના અજવાળા’ અંતર્ગત તા.૦૮/૦૭/૨૦૨૫ ને મંગળવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રાર્થનાહોલમાં બપોરે ૨:૩૦ થી સાંજના ૬:૧૫ સુધી સતત સંગીતમય પદો સાથે આખ્યાનની પ્રસ્તુતિ કલાવૃંદના કલાકારો દ્વારા થઇ હતી. જેમાં રાજેશ ઠાકોર, અંકિતાબેન ચૌહાણ, માનવ સિહોરા, સંજય જાદવ, અનિરુદ્ધ પરમારે કલાના અજવાળા પાથર્યા હતા. આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી સુરેશભાઈ ચૌધરી સાહેબ, શ્રી પરેશભાઈ ત્રિવેદી (પૂર્વ આચાર્ય, શ્રી બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ), શ્રી રાજેશ્વરીબા ગોહિલ (આચાર્યા, શ્રી નંદકુંવરબા ક્ષત્રીય કન્યા વિદ્યાલય), શ્રી પીઠાભાઈ કોડીયાતર (આચાર્ય, દક્ષિણામૂર્તિ હાઈસ્કૂલ), શ્રી જીજ્ઞાબેન સોલંકી (આચાર્યા, સી.પી.સ્કૂલ) તેમજ સંસ્થાના શ્રી મહેશભાઈ પાઠક, શ્રી હર્ષકાન્તભાઈ રાખશીયા, શ્રી હેમંતભાઈ ગાંધી, શ્રી બાબુભાઈ ગોહિલ, શ્રી ઘનશ્યામભાઈ બારૈયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા લુઈ બ્રેઇલ વિશે નિબંધ સ્વરૂપે કે કાવ્યકૃતિમાં પણ એક યા બીજી રીતે પોતાની લાગણી વ્યક્ત કરતી કૃતિઓ આપણને વાંચવા મળે છે. પરંતુ વિશ્વમાં પ્રથમ વખત બ્રેઇલલીપીના શોધકને આટલું મોટું માન અપાયું હોય તેવું પ્રથમ ઉદાહરણ આ પુસ્તક આપે છે. કારણ કે તેમાં લુઈ બ્રેઇલનો જન્મ મહોત્સવ રામદેવપીરના જન્મ મહોત્સવ કરતા પણ વિશેષ રીતે કાવ્યાત્મક શૈલીમાં રજુ થયો છે. માતા મોનેક અને સિમોન વચ્ચેનો સંવાદ દર્દભર્યા પદમાં આપવામાં આવ્યો છે. જેને માણવો એક લહાવો છે. કાર્યક્રમનો ઉઘાડ અને સમાપન શ્રી હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: