શ્રી કૃષ્ણે ઉદ્ધવને સમજાવ્યું, આપણે ખરાબ કર્મો કે પાપો શા કારણે કરીએ છીએ?
Автор: પ્રેરક વાર્તાઓ - Gujarati Moral Stories
Загружено: 2025-08-22
Просмотров: 182
Описание:
વાર્તા- ખરાબ કાર્યો કરવાથી થી બચવું હોય તો સતત ભગવાનની હાજરીનો અનુભવ કરો
@Gujarati.Moral.Stories @પ્રેરક વાર્તાઓ
#mahabharat #motivation #krishna #karma #motivation #varta #gujarati
વિવિધ વિષયો પર ઘણી બધી વાર્તાઓ જેવી કે પૌરાણિક કથાઓ, લોકકથાઓ , ટૂંકી વાર્તાઓ અને પ્રેરક વાર્તાઓ સાંભળવા માટે કૃપા કરીને મારી YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરો:
/ @gujaiarti.moral.stories
ભગવાને કહ્યું, ”ઉદ્ધવ, સાચો મિત્ર એ છે, જે મુશ્કેલીના સમયે માંગ્યા વગર જ, પોતાના મિત્રને મદદ કરે.” ઉદ્ધવજીએ તેમને અટકાવીને કહ્યું,"હે કૃષ્ણ, જો આવું હોય, તો તમે પાંડવોના પ્રિય ભાઈ હતા. એક ભાઈ તરીકે, તેઓએ હંમેશા તમારા પર વિશ્વાસ કર્યો હતો. પરંતુ તમે સાચા મિત્રની વ્યાખ્યા પર ખરા ઉતર્યા નહીં. જો તમે ઇચ્છયું હોત, તો પાંડવો, જુગારમાં કૌરવો સામે જીતી શક્યા હોત. તમે ધર્મરાજ યુધિષ્ઠિરને જુગાર રમતા કેમ ન રોક્યા? ઠીક છે, તમે તેમને રોક્યા નહીં, પણ જો તમે ઇચ્છયું હોત, તો તમે તમારી દૈવી શક્તિ દ્વારા, ધર્મરાજના પક્ષમાં પાસા ફેરવી શક્યા હોત અને શકુનિના પાસા ઉલ્ટા પાડ્યા હોત. પરંતુ તમે ભાગ્યને ધર્મરાજના પક્ષમાં ન ફેરવ્યું. ધર્મરાજે પોતાની સંપત્તિ, રાજ્ય અને પોતાની જાતને દાવમાં હાર્યા પછી, તમે તેમને સદબુદ્ધિ આપી રોકી શક્યા હોત. પછી જ્યારે ધર્મરાજે તેના ભાઈઓને દાવ પર લગાવવાનું શરૂ કર્યું, ત્યારે તમે સભાખંડ સુધી પહોંચી શક્યા હોત. પણ તમે આ પણ ન કર્યું. આ પછી, જ્યારે દુષ્ટ દુર્યોધને, દ્રૌપદીને દાવ પર લગાવવા માટે, પાંડવોને લલચાવ્યા અને જો તેઓ જીતે તો ગુમાવેલું બધું પાછું આપવાનું વચન આપ્યું, ત્યારે તો ઓછામાં ઓછું તમે દરમ્યાનગીરી કરી શક્યા હોત. દુઃશાસન દ્રૌપદીને વાળ પકડીને સભામા ઘસડીને લઇ આવ્યો અને બધા દ્રૌપદીની સામે હસી રહ્યા હતા ત્યારે પણ તમે ન આવ્યા. પણ જ્યારે દ્રૌપદીની લાજ લૂંટાઈ રહી હતી અને ચીરહરણ થઇ રહ્યું હતું, ત્યારે જ તમે ચીર આપી દ્રૌપદીની લાજ બચાવી અને રક્ષા કરી. પણ તમે આ ખૂબ મોડું કર્યું. જ્યારે તમે પાંડવોને તેમના સંકટ સમયે મદદ ન કરી, તો તમને સાચા મિત્ર કેવી રીતે કહી શકાય? શું આ મિત્ર ધર્મ છે? તમે મિત્ર ધર્મ બજાવ્યો ખરો?
ભગવાન શ્રી કૃષ્ણ મંદ મંદ હસ્યા અને બોલ્યા, ” હે ઉદ્ધવ, બ્રહ્માંડનો નિયમ છે કે જે વિવેકથી કાર્ય કરે છે, તેનો વિજય થાય છે. તે સમયે દુર્યોધન પોતાની બુદ્ધિ અને વિવેકથી કામ કરી રહ્યો હતો, પરંતુ ધર્મરાજે પોતાની બુદ્ધિ અને વિવેકનો સહેજ પણ ઉપયોગ ન કર્યો. જેને કારણે પાંડવોનો જુગારમાં પરાજય થયો. ”હે ઉદ્ધવ! દુર્યોધન પાસે જુગાર રમવા માટે ઘણા પૈસા હતા, પણ તેમને પાસાની રમત આવડતી ન હતી, તેથી તેમણે તેમના મામા શકુનિને સામેલ કરાવી તેમની પાસે પાસા ફેકાવ્યા. આ તેમનું શાણપણ હતું. ધર્મરાજ પણ શાણપણથી કામ કરીને આવું વિચારી શક્યા હોત અને એમ પણ કહી શક્યા હોત, કે શ્રી કૃષ્ણ એટલે કે હું તેમના વતી રમીશ.
જરા વિચારો, જો હું અને શકુનિ રમ્યા હોત, તો કોણ જીત્યું હોત? ચાલો, કોણ પાસા વડે જીતતે એ પણ છોડી દઈએ. મને રમતમાં સામેલ ન કરવા બદલ તેમને માફ કરી શકાય. પરંતુ ધર્મરાજે પોતાની સમજદારીના અભાવે એક મોટી ભૂલ કરી. ધર્મરાજે જ્યાં સુધી મને બોલાવવામાં ન આવે ત્યાં સુધી, મને સભામા ન આવવા વિનંતી કરી, કારણ કે તેઓ મારી જાણ બહાર જુગાર રમવા માંગતા હતા.
”હે ઉદ્ધવ! જ્યારે દુર્યોધનના આદેશથી, દુશાસન દ્રૌપદીને વાળ પકડીને સભાખંડમાં ખેંચી ગયો, ત્યારે દ્રૌપદી પોતાની તમામ શક્તિથી સંઘર્ષ કરતી રહી, છતાં પણ તેણે મને મદદનો પોકાર ન કર્યો. જ્યારે દુશાસન તેના વસ્ત્રો ઉતારવા લાગ્યો ત્યારે દ્રૌપદીની બુદ્ધિ જાગી અને મને “હે સખા, મને બચાવો” કહીને બોલાવ્યો, ત્યારે હું જરા પણ વિલંબ કર્યા વિના ત્યાં પહોંચી ગયો અને એની લાજ બચાવી. હે ઉદ્ધવ! આ પરિસ્થિતિમાં તમે મને કહો કે મારી ભૂલ ક્યાં હતી? ઉદ્ધવે કહ્યું, " શું આનો અર્થ એ છે કે જ્યારે તમને બોલાવવામાં આવશે ત્યારે જ તમે આવશો? શું તમારા મુશ્કેલીમાં મુકાયેલા ભક્તને મદદ કરવા માટે તમે જાતે પોતાની મેળે નહીં આવો?” ભગવાન હસ્યા અને બોલ્યા, ”ઉદ્ધવ, બ્રહ્માંડમાં દરેક વ્યક્તિનું જીવન તેના પોતાના કર્મો પર આધારિત છે.
હું આમાં સીધી દખલ કરતો નથી. હું ફક્ત એક 'સાક્ષી' છું, જે હંમેશા તમારી સાથે રહીને, જે કંઈ થઈ રહ્યું છે તે જોઉં છું. આ ભગવાનનો ધર્મ છે.” ભગવાનને ટોણો મારતા ઉદ્ધવજીએ કહ્યું, "વાહ, વાહ, ખૂબ સરસ, તો આનો અર્થ એ છે, કે તમે અમારી નજીક ઊભા રહેશો, અમારા બધા કાર્યો જોતા રહેશો, અમે એક પછી એક પાપ કરતા રહીશું અને અમને રોકવાને બદલે, તમે ફક્ત જોતા જ રહેશો. શું તમે એવું ઇચ્છો છો કે અમે ભૂલો કરતા રહીએ, પાપોનો સંગ્રહ કરતા રહીએ અને તેના પરિણામો ભોગવતા રહીએ?”
ભગવાને કહ્યું, “ઉદ્ધવ! તું ધર્મ, કર્મ અને મિત્રતાને નજીકથી સમજ. જ્યારે તું સમજશે અને અનુભવ કરશે કે હું દરેક ક્ષણે તારી સાથે છું, ત્યારે શું તું ખોટા કર્મો કે પાપ કરી શકશે? ના, કદાપિ નહીં, તું પાપ કરી શકશે નહીં, કારણ કે તને ખબર પડી ગઈ કે સર્જનહાર મને જોઈ રહ્યો છે. પરંતુ જ્યારે તમે મને ભૂલી જાઓ છો અને વિચારવાનું શરૂ કરો છો કે તમે મારાથી છુપાવીને કંઈપણ કરી શકો છો, કોઈ તમને જોઈ રહ્યું નથી, ત્યારે જ તમે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો. ભગવાનના જવાબથી ઉદ્ધવજી અભિભૂત થઈ ગયા અને કહ્યું, ”પ્રભુ, તમારા દર્શન અને વાતોમાં કેટલું રહસ્ય છુપાયેલું છે. આ કેટલું મોટું સત્ય છે! પાપ કરતી વખતે, આપણે ક્યારેય એવું વિચારતા નથી કે ભગવાન બધાને જોઈ રહ્યા છે અને ભગવાન આપણા દરેક સારા અને ખરાબ કાર્યો પર નજર રાખે છે. આપણે એવા ભ્રમમાં રહીએ છીએ કે કોઈ આપણને જોઈ રહ્યું નથી. જેમ જેમ આપણે એવું માનવાનું શરૂ કરીએ છીએ કે ભગવાન આપણને દરેક ક્ષણે જોઈ રહ્યા છે, તેમના વિના એક પાંદડું પણ હલતું નથી, ત્યારે ભગવાન આપણને એવો અનુભવ કરાવે છે કે તે આપણી આસપાસ હાજર છે અને જયારે ભગવાનની હાજરીનો અનુભવ થાય ત્યારે આપણે ખરાબ કર્મો કે પાપ કરતા નથી. આપણે ત્યારે જ પાપી કાર્યો કરીએ છીએ જ્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ અને તેમનાથી દૂર જઈએ છીએ!
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: